102 વર્ષની મહિલા બની સૌથી ઉંમરલાયક સ્કાયડાઇવર, 14,000 ફૂટ ઉપરથી મારી છલાંગ

PC: newsapi.com

ઘણીવાર જે કામ યુવાનો નથી કરી શકતા તે કામ વૃદ્ધ લોકો કરીને ચોંકાવી દે છે. મોટી ઉંમરે પણ તેમનામાં રહેલો જોશ અને કંઇક નવું કરી બતાવવાનો જુસ્સો ઘણાં લોકોને ઉત્સાહ પૂરો પાડે છે. આવું જ કંઇક નવું કરીને રેકોર્ડ બ્રેક કર્યો છે ઈરેને ઓશિયા નામની 102 વર્ષના મહિલાએ. ઈરેને 14,000 ફૂટની ઉંચાઈથી કૂદકો મારીને સૌથી ઉંમરલાયક સ્કાયડાઇવરનો ખિતાબ પોતાના નામે કરી લીધો છે.

ઈરેને પ્લેનમાંથી 14 હજાર ફૂટની ઊંચાઈથી કૂદકો માર્યો છે. કૂદતા સમયે ઈરેનેની ગતિ આશરે 220 કિમી/કલાક હતી. તેમણે સફળતાપૂર્વક લેન્ડિંગ કર્યું. આ અગાઉ પોતાના 100મા જન્મદિવસે સ્કાડાઇવિંગ કર્યું હતું. આયોજકોનો દાવો છે કે 102 વર્ષ અને 194 દિવસની ઇંમરમાં તેમની આ ડાઇવ સફળ રહેતાં તેમણે પોતાનું નામ ઇતિહાસના પુસ્તકમાં નોંધાવી દીધું છે. 30 મે, 1916ના રોજ જન્મેલા, ઇરેન ઓશિયાએ અગાઉ પણ બે વખત સ્કાયડાઇવિંગ કરી ચૂક્યા છે. સ્કાયડાઇવિંગના પોતાના અનુભવ વિશે જણાવતા ઈરેન કહે છે, 'ત્રીજી વખત સ્કાયડિવિંગ કરતાં તેમને બિલકુલ ડર નહોતો લાગી રહ્યો. આ મારી છેલ્લી છલાંગ નથી. હું આવતા વર્ષે ફરીવાર ડાઇવિંગ માટે તૈયાર રહીશ અને જો જીવિત રહીશ તો 105 વર્ષની ઉંમરે પણ હું સ્કાયડાઇવિંગ કરીશ.'

ઈરેને સૌથી ઉંમરલાયક સ્કાયડાઇવર બનવાનો આ રેકોર્ડ કોઇ બીજાના રેકોર્ડને તોડવા માટે નહીં પણ આ રેકોર્ડ બનાવીને તેઓ મોટર ન્યુરોન રોગ પર રિસર્ચ કરવા માંગતા હતા. તેમની દીકરીનું 67 વર્ષની ઉંમરે આ રોગના કારણે મૃત્યુ થયું હતું. તેથી આ રોગ પર રિસર્ચ કરવાનો નિર્ણય તેમણે કર્યો અને આ સ્કાયડાઇવિંગ કરીને તેમણે 10 હજાર ડોલર એટલે કે લગભગ 7.2 લાખ રૂપિયા ભેગા કર્યાં. ઈરેને 102 વર્ષની ઉંમરે પણ પોતાના બધા કામ જાતે જ કરે છે. તેમજ પોતાની કાર પણ જાતે ચલાવે છે. આટલી ઉંમરે આ વૃદ્ધ મહિલામાં રહેલો જોશ આજના યુવાનોને ખરેખર શરમાવે એવો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp