છોકરાએ છોકરીને આપી એવી ‘ઝપ્પી’ કે તૂટી ગઈ છાતીની 3 પાંસળીઓ, કેસ કરી માગ્યું વળતર

PC: zeenews.india.com

જાદુ કી ઝપ્પીવાળો ડાયલોગ તો તમે બોલિવુડ ફિલ્મ ‘મુન્નાભાઈ MBBS’માં તો જરૂર સાંભળ્યો હશે. આવું માનવામાં આવે છે કે, જો કોઈને પ્રેમથી ગળે લગાવવામાં આવે તો દિલને થોડો આરામ મળે છે. જો કે, એક એવો મામલો સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિએ મહિલાને આટલી જોરથી ગળે લગાવ્યું કે, તેનાં છાતીની પાંસળીઓ તૂટી ગઈ. આ મામલો ચીનનો છે અને ચીની મહિલાએ પોતાના સહકર્મી પર કેસ નોંધાવી દીધો હતો. કથિત રીતે તેના સહકર્મીએ ખૂબ જ જોરથી તેને ગળે લગાવી લીધી, જેના કારણે તેના છાતીની ત્રણ પાંસળીઓ તૂટી ગઈ. સહકર્મીને મહિલા યૂંક્સી કોર્ટ સુધી લઇ ગઈ અને કથિત રીતે ગળે લગાવવાના કારણે તેની તૂટેલી પાંસળીઓના સારવારમાં લાગેલા પૈસા માટે વળતરની માગ કરી.

આ છે ઝપ્પીની અસલી કહાની

રિપોર્ટસ અનુસાર, ઘટના મે 2021મા થઇ હતી. ચીનના હુનાન પ્રાંતના યૂયાંગ શહેરની મહિલા પોતાના કાર્યસ્થળ પર એક સહકર્મીની સાથે વાતચીત કરી રહી હતી, ત્યારે એક પુરૂષ સહકર્મી તેની પાસે આવ્યો અને તેને જોરથી ગળે લગાવી લીધું. મહિલા કથિત રીતે ગળે લગાવ્યા પછી પીડાથી બૂમો પાડવા લાગી. IOL અનુસાર, કામના પછી પણ તેના છાતીમાં દુ:ખાવો થઇ રહ્યો હતો, તેને ડોક્ટર પાસે જવાના બદલે પોતાની છાતી પર ગરમ તેલ લગાવ્યું અને સૂઈ ગઈ, છાતીમાં દુ:ખાવો વધવાના કારણે પાંચ દિવસ પછી મહિલા હોસ્પિટલ પહોંચી હતી.

એકસ-રે સ્કેનમાં પાંસળી તૂટવાની માહિતી મળી 

એક્સ-રે સ્કેનના અનુસાર, મહિલાની ત્રણ પાંસળીઓ તૂટી ગઈ હતી, જેમાંથી બે પાંસળીઓ ડાબી અને એક જમણી બાજુની હતી, તેને પૈસા પણ ગુમાવ્યા. કેમ કે, તેને નોકરી પર ગેર હાજર રહેવા અને રજા લેવા માટે મજબૂર કરવામાં આવ્યું હતું, તેને નર્સિંગ સેવાઓ અને હોસ્પિટલનો ખર્ચ ચૂકાવવો પડ્યો. સ્વસ્થ્ય થવાના સમય દરમિયાન તે પુરુષ સહકર્મીની પાસે ગઈ, જેને તેની પાંસળીઓ તોડી હતી, તેને તેની સાથે સમાધાન કરવાનો પ્રયત્ન કર્યો, તે વ્યક્તિએ વિવાદ કર્યો કે, તેની પાસે આ વાતનો કોઈ પુરાવો નથી કે, ઈજા તેના ગળે લગાવવાથી થઇ છે.

અંતે આરોપી પાસેથી મળ્યું વળતર

થોડા સમય પછી, મહિલાએ પોતાના સહકર્મી પર આર્થિક નુકસાન માટે વળતરની માગ કરતા કેસ નોંધાવ્યો હતો. ન્યાયાધીશે સહકર્મીને 10,000 યૂઆન, એટલે કે 1.16 લાખ રૂપિયાનું વળતર આપવાનો આદેશ આપ્યો છે. અદાલતે કહ્યું કે, આ સાબિત કરવા માટે કોઈ પુરાવો નથી કે, મહિલાએ તે પાંચ દિવસો દરમિયાન એવી કોઈ પણ પ્રવૃત્તિમાં ભાગ નથી લીધો, જેનાથી પાંસળીઓ તૂટી શકતી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp