એકદમ દુર્લભ કન્ડીશનમાંથી પસાર થઈ રહી છે આ છોકરી, હૃદયની બાહર ધડકે છે દિલ

PC: instagram.com

અમેરિકામાં રહેનારી એક છોકરી એકદમ દુર્લભ કહી શકાય તેની પરેશાનીથી ઝઝૂમી રહી છે. Virsaviya Goncharova નામની આ છોકરીને પેન્ટાલોજી ઓફ કાન્ટ્રેલ નામની કન્ડીશન છે જેને લીધે માતા ગર્ભમાં હતી ત્યારે જ પેટની માંશપેશીઓ અને પાંસળીઓ ખોટી રીતે ફોર્મ થઈ ગઈ હતી. ગોનચારોવાને પોતાની આ કન્ડીશનને લીધે કોઈ દર્દ તો મહેસૂસ નથી થતો પરંતુ તેના લીધે તેનું દિલ ઘણું એક્સપોઝ થઈ ચૂક્યું છે.

તે સિવાય તેના દિલમાં છેદ પણ છે. ગોનચારોવાએ પહેલા જ પોતાની આ હાલતને લીધે ઘણો સમય હોસ્પિટલમાં પસાર કરવો પડ્યો છે. વર્ષ 2020ની શરૂઆતમાં તેનું ઓક્સીજન લેવલ ઘણું ઓછું થઈ ગયું હતું જેના પછી તેને ઈમરજન્સી રૂમમાં લઈ જવામાં આવી હતી અને બે અઠવાડિયા જેટલો સમય હોસ્પિટલમાં રહેવું પડ્યું હતું.

તેની માતા દારીએ 2015માં રશિયાથી અમેરિકા આવવાનો નિર્ણય કર્યો હતો, જેથી તે તેની પુત્રીની સારવાર અમેરિકામાં સારી રીતે કરાવી શકે અને તેની છોકરી એક સામાન્ય લાઈફ જીવી શકે. જોકે ગોનચારોવાને હાઈ બ્લડ પ્રેશરને લીધે તેના ફેફસાની ધમનીઓ પર અસર પડે છે. એટલા માટે સર્જરી પણ શક્ય નથી. ઘણી વખત ઓક્સીજન લેવલ ઓછું થઈ જતા તેને ચક્કર આવવા લાગે છે. તેમ છત્તાં તે પોતાને એક્ટીવ રાખવાનું પસંદ કરે છે.

ગાનચારોવાને તેના મિત્રો સાથે ડાન્સ કરવાનો અને ગીત ગાવાનું પસંદ છે. જોકે કોરોનાને લીધે હાલમાં તેના મિત્રો સાથે સમય પસાર કરી શકતી નથી. ગોનચારોવા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટીવ રહે છે અને વારંવાર તે પોતાની માતા અને નાના ભાઈ સાથેના ફોટા અને વીડિયો શેર કરતી રહે છે. તેના અકાઉન્ટ પર ઘણા બધા પોઝીટીવ મેસેજ લોકો દ્વારા મળવાને લીધે તે ઘણી ખુશ થાય છે.

તે પોતાની લાઈફ સાથેના અપડેટ્સ તેના ફોલોઅર્સ સાથે શેર કરતી રહે છે. તે લોકોની સકારાત્મક પ્રતિક્રિયા વાંચીને ઘણી મોટિવેટ થવાની સાથે ખુશ પણ થાય છે. ગોનાચારોવાનું કહેવું છે કે ભલે તેનું દિલ બીજા લોકો કરતા ઘણું અલગ હશે પરંતુ તે ઘણું યુનિક છે અને તે તેને પસંદ છે.    

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp