વર્ક ફ્રોમ વેડિંગ, લગ્ન મંડપમાં વરરાજાએ લેપટોપ ન છોડ્યું, દુલ્હન ખડખડાટ હસી પડી

PC: instagram.com

દેશ અને દુનિયામાં કોરોનાની મહામારી બાદ વર્ક ફ્રોમ હોમની શરૂઆત થઇ હતી. એ પહેલા લોકોએ ક્યારેય સ્વપ્ને પણ નહીં વિચાર્યું હોય કે, તેઓ પોતાનું ઓફિસનું કામ ઘરે બેસીને કરે. હાલ વર્ફ ફ્રોમ હોમનું ચલણ ખૂબ જ વધ્યું છે. ઘણી કંપનીઓએ તો અનુભવ્યું છે કે, કર્મચારીઓ ઓફિસ પર આવીને કામ કરવાના બદલે પોતાના ઘરે બેઠા-બેઠા વર્ક ફ્રોમ હોમ કરીને સારું કામ કરે છે.

ત્યારે એક યુવકે વર્ક ફ્રોમ હોમને વર્ક ફ્રોમ વેડિંગ કરી નાંખ્યો હોય તેવો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં એક યુવક લગ્ન કરવા માટે લગ્ન મંડપમાં બેઠો છે અને મંડપમાં પણ પોતાના પગ પર લેપટોપ રાખીને કામ કરી રહ્યો છે. આ જોઈએ દુલ્હન પોતાની હસી રોકી શકતી નથી.

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં દેખાઈ રહ્યું છે. એક યુવક ધોતી અને સાફો પહેરીને લગ્ન મંડપમાં બેઠો છે. બ્રાહ્મણ વિધિ કરવાની તૈયારી કરી રહ્યા છે. તે સમયે વરરાજો લગ્નની વિધિ પર ધ્યાન આપવાના બદલે પોતાનું લેપટોપ પગ પર મૂકીને કામ કરી રહ્યો છે. વરરાજાને લગ્ન મંડપમાં પણ લેપટોપ પર કામ કરતો જોઈને દુલ્હન તેની હસી રોકી શક્તી નથી. આ વીડિયો દુલ્હનિયા નામના ઈન્સ્ટાગ્રામના પેજ પર શેર થયો છે.

આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા કેટલાક યુજર્સોએ ફની કોમેન્ટ પણ કરી હતી. એક યુજર્સે લખ્યું હતું કે, દુલ્હો લગ્ન થવાના હોવાથી તેના લેપટોપમાંથી પાસવર્ડ દૂર કરી રહ્યો હશે. તો એક યુજર્સે લખ્યુ હતું કે, દુલ્હને લગ્ન કેન્સલ કરી દેવા જોઈએ. તો બીજી તરફ લગ્નમાં હાજર રહેલા એક યુજર્સે જણાવ્યું હતું કે, દુલ્હો લગ્ન મંડપમાં બેસીને તેનું કામ નહોતો કરી રહ્યો પરંતુ તે વર્ચ્યુઅલ વેડિંગ સેલિબ્રેશન માટે કેમેરાને સેટ કરી રહ્યો હતો.

તો કેટલાક લોકોએ તો આને પબ્લીસીટી સ્ટંટ પણ કહ્યો હતો. આ વીડિયોની હકીકત શું છે તે તો જાણવા મળ્યું નથી પરંતુ આ વીડિયોના કારણે લોકોના મુખ પર સ્માઈલ જરૂરથી આવી રહી છે. આ વીડિયોના અત્યાર સુધીમાં 5,911 લોકો લાઈક કરી ચૂક્યા છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp