તમારા બાથરૂમમાંથી બધું દેખાઇ રહ્યું છે, મહિલાને આવી ચિઠ્ઠી મળતા ચોંકી ઉઠી

PC: ibc24.com

ઘણી વખત એવું બને છે કે, ઘરમાં થઈ રહેલી પ્રવૃતિઓ પર આસપાસના લોકોની નજર બારીમાંથી પડતી હોય છે. પણ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં મહિલાને એક ચિઠ્ઠી મળતા એના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ ચિઠ્ઠીમાં લખ્યું હતું કે, તમારા બાથરૂમની બારીમાંથી બધુ દેખાઈ રહ્યું છે. ઈંગ્લેન્ડના માન્ચેસ્ટરમાંથી આ કિસ્સો સામે આવ્યો છે.

સ્ટોકપોર્ટમાં એક મહિલા પોતાના ઘરમાં રહેતી હતી. 26 વર્ષની સારાએ જણાવ્યું કે, તે પોતાના કેટલાક ઘરના સભ્યો એકસાથે રહે છે. એક દિવસ મહિલાને એક ચિઠ્ઠી મળી. જેમાં લખ્યું હતું કે, તમારા બાથરૂમની બારીમાંથી બધુ દેખાઈ રહ્યું છે. બાથરૂમમાં કંઈક લગાવવાની જરૂર છે. હું દરવાજો ખખડાવીને તમને શરમાવવા નથી માગતો. ઘરની બાજુમાં રહેતા વ્યક્તિએ આવી એક ચિઠ્ઠી લખીને ઘરના મુખ્ય દરવાજા પર રાખી દીધી હતી. સારા એક પત્રકાર છે.

તેમણે એવું પણ સ્પષ્ટ કર્યું કે, તાજેતરમાં તેણે પોતાનું ઘર રીનોવેટ કરાવ્યું હતું. એ દરમિયાન કંઈક ભૂલાઈ ગયું હશે એટલે આવું બન્યું છે. રીપોર્ટમાં એવો પણ ઉલ્લેખ છે કે,સારા તાજેતરમાં જ ગ્રીસથી રજાઓ માણીને પરત ફરી હતી. ત્યાર બાદ આ ચિઠ્ઠી મળી આવી હતી. સારાએ કહ્યું કે, મને ખબર ન હતી એક બાહરથી પણ બાથરૂમમાં કંઈક દેખાતું હશે. દસ દિવસ સુધી આઈસોલેશનમાં રહ્યા બાદ આનું ફરી રીપેરિંગ કરાવવામાં આવશે. જોકે, આ ચિઠ્ઠી કોની છે અને ક્યારે લખી છે એ અંગે કોઈ પ્રકારની સ્પષ્ટતા સામે આવી નથી.

હાલ તો ઈંગ્લેન્ડમાં આ મામલે ઘણી બધી ચર્ચાઓ થઈ રહી છે. પણ સારાએ આ અંગે કોઈ વધારે વિગત સ્પષ્ટ કરી નથી. આ વ્યક્તિ કોણ છે અને પાડોશમાં પણ ક્યાં રહે છે એ અંગે પણ કોઈ સ્પષ્ટતા સામે આવી નથી. જોકે, અચાનક કોઈ પણ મહિલાના હાથમાં આવી ચિઠ્ઠી આવે તો ભલભલાના પગ નીચેથી જમીન સરકી જાય એમ છે. જોકે, સારાએ સ્થિતિને સંભાળીને પ્રતિક્રિયા આપી હતી. માત્ર આપણા દેશમાં જ નહીં વિદેશમાં પણ કેટલાક કિસ્સાઓ એવા બને છે જેમાં હચમચી જવાય એમ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp