રચાશે નવો ઈતિહાસ, 71 વર્ષમાં પહેલીવાર એક મહિલા અધિકારી કરશે આ કામ

PC: thebetterindia.com

દર વર્ષે 15 જાન્યુઆરીના રોજ 'આર્મી ડે' ઉજવવામાં આવે છે. આ જ દિવસે વર્ષ 1949માં ફિલ્ડ માર્શલ કે.એમ.કારિઅપ્પાએ જનરલ ફ્રાન્સિસ બુચર પાસેથી ભારતીય સૈન્યનો આદેશ લીધો હતો. કારિયપ્પા ભારતીય સૈન્યના પ્રથમ કમાન્ડર ઇન ચીફ બન્યા હતા. દર વર્ષે આર્મી ડે પર સૈનિકોની વિવિધ રેજિમેન્ટ્સ પર એક પરેડ થાય છે અને તેનું પ્રદર્શન યોજવામાં આવે છે.

આ વર્ષે ભારતીય સેના પોતાનો 71મો 'આર્મી ડે' મનાવી રહી છે. આ પ્રસંગે આર્મી સર્વિસ કોર્પ્સ 23વર્ષ પછી આર્મી ડે પરેડમાં જોડાવવા જઈ રહ્યા છે. આ સાથે જ ભારતના ઈતિહાસમાં એક બીજો ઈતિહાસ રચાવાનો છે. જેમાં થઈ રહેલી પરેડનું નેતૃત્વ એક મહિલા ઓફિસર કરવાની છે. આ મહિલા અધિકારી છે લેફ્ટનન્ટ ભાવના કસ્તૂરી. લેફ્ટનન્ટ કાસ્ટુરી 'આર્મી સર્વિસ કોર્પ' ના 144 સૈનિકોની આગેવાની કરશે.

લેફ્ટનન્ટ કાસ્તુરીએ આ વિશે ખુશી વ્યક્ત કરતાં કહ્યું, 'પહેલીવાર મહિલા અધિકારી પરેડ માટે લશ્કરી ટીમની આગેવાની લઈ રહી છે. એક લેડી ઓફિસર કમાન્ડ આપી રહી છે અને 144 જવાન તે આદેશ પર આગળ વધી રહ્યા છે તો તે બહુ ગૌરવની વાત છે.' આ વર્ષ માત્ર લેફ્ટનન્ટ કસ્તુરી માટે જ નહીં પણ અન્ય બે મહિલા અધિકારીઓ માટે પણ વિશેષ બનશે. પહેલી વખત આર્મીની ડેર ડેવિલ્સ ટીમમાં (બાઇકર્સ ટીમ) પણ એક લેડી ઓફિસરે જગ્યા બનાવી છે. કેપ્ટન શિખા સુરભિ પહેલી મહિલા ઓફિસર છે. જે પ્રજાસત્તાક દિવસીય પરેડમાં પ્રસિદ્ધ ડેરડેવિલ્સ ટીમના પુરુષ અધિકારીઓ સાથે બાઇક પર સ્ટંટ કરતી જોવા મળશે.

આર્મીની આ ડેરડેવિલ્સ ટીમ અત્યાર સુધીમાં 24 વર્લ્ડ રેકોર્ડ્સ બનાવી ચૂકી છે. કેપ્ટન ભાવના સ્યાલ માટે પણ 'આર્મી ડે' મહત્વપૂર્ણ રહેશે. કેપ્ટન સ્યાલ આર્મીની સિગ્નલ્સ કોપ છે અને તે ટ્રાન્સપોર્ટેબલ સેટેલાઇટ ટર્મિનલ સાથે પરેડ પર ભારતીય સેનાની તાકાત બતાવશે. આ વિશે કેપ્ટન ભાવના કહે છે કે, 'આ મશીન ડિફેન્સ કોમ્યુનિકેશન નેટવર્કનો ભાગ છે. તે માત્ર આર્મીને જ નહીં પરંતુ તમામ ત્રણ સેવાઓ (આર્મી, નેવી, એર ફોર્સ) પણ સાથે જોડાવા માટે અને વોઇસ ડેટા અને વિડીયો કોન્ફરન્સિંગ ફેસિલિટી આપે છે.' લેફ્ટનન્ટ કસ્તુરી કહે છે કે, 'જ્યારે મને પરેડ કમાન્ડ કરવા માટે પસંદ કરવામાં આવી તો ઈન્સ્ટ્રક્ટરથી લઇને તમામ ઓફિસર અને જમાન પણ ખૂબ જ ગર્વ અનુભવી રહ્યા હતા.' આમ, આ લેડી ઓફિસરો 'આર્મી ડે' પર દેશનો ઈતિહાસ બદલવાની સાથે દેશનું નામ રોશન કરવાની છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp