નહાતી વખતે અચૂક ધ્યાનમાં રાખો આટલી બાબતો

PC: greenenergyofsanantonio.com

ઘણા માણસોને નહાવું અત્યંત પસંદ હોય છે કારણ કે નહાવાને કારણે માત્ર આપણે સ્વચ્છ જ નથી થતાં, પરંતુ આપણે રિફ્રેશ પણ થઈ જઈએ છીએ. આ કારણે જ ઘણીવાર લોકો અડધા-પોણા કલાક સુધી સાવરની નીચે નહાતા હોય છે. જોકે નહાતી વખતે કે નહાયા બાદ કેટલીક બાબતો ધ્યાનમાં રાખવું અત્યંત જરૂરી છે, નહીંતર નહાવાનો શોખ તમને ભારે પડી શકે છે.

સૌથી પહેલી ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે ક્યારેય દસ-પંદર મિનિટથી વધુ નહાવું જોઈએ નહીં. બહાર ભલે ગમે એટલી ગરમી હોય કે વાતાવરણમાં ઉકળાટ હોય, પરંતુ વધુ સમય સુધી નહાવું ચામડી માટે નુકસાનકારક હોય છે. આની સૌથી પહેલી અસર તો એ જ થાય કે તમારી ચામડી ઘણી કાળી પડી જાય છે.

આ ઉપરાંત લોકો નહાતી વખતે સાબુ અથવા જેલનો ઉપયોગ કરે છે. પરંતુ સાબુ ત્વચાની નમી છીનવી લે છે આથી એ વધુ બહેતર રહેશે કે તમે કેમિકલની જગ્યાએ દહીં, બેસન કે મુલતાની માટી જેવા નેચરલ ઈન્ડગ્રિડિયન્સનો ઉપયોગ કરો અને ત્વચાને ગ્લો આપો.

ઘણા લોકો નહાતી વખતે સ્ક્રબિંગ કરતા હોય છે. સ્ક્રબિંગથી ચહેરા અને શરીરનો મેલ સાફ થતો હોય છે. પરંતુ તેમના માટે એક સલાહ છે કે જેઓ સ્ક્રબિંગ કરતા હોય તેમણે અઠવાડિયામાં એક કે બે જ વખત સ્ક્રબિંગ કરવું. આવું રોજ કરશો તો તમારી ત્વચા બરછટ થઈ જશે.

આખરમાં જે બાબતનું ખાસ ધ્યાન રાખવું તે એ કે નહાયા પછી શરીરને સૂકું કરવા માટે ટોવેલને શરીર પર થપથપાવીને શરીર સૂકું કરવું. કેટલાક લોકો જોરજોરથી ટોવેલને શરીર પર રગડતા હોય છે. આવું કરવાથી સ્કિન સેલ્સ પર અસર થાય છે અને તે બેજાન થઈને ગ્લો ખોઈ બેસે છે.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp