આ 6 મહિનાની બાળકીના 1 લાખ ફોલોઅર્સ છે, જાણો શું છે ખાસ

PC: https://www.instagram.com/babychanco

આપણામાંથી કેટલાક લોકો પોતાના વાળને લઈને પરેશાન રહે છે. કેટલાક લોકોને નાની ઉંમરમાં જ વાળ ખરે છે, તો કેટલાકને સફેદ થઈ જાય છે.

6 મહિનાની એક બાળકી ઈન્ટરનેટની દુનિયામાં પોતાના વાળના કારણે છવાઈ ગઈ છે. જાપાનની બેબી ચાંકોના વાળ પર જેની નજર પડે તે હેરાન રહી જાય છે.

આ બાળકીના ઈન્સ્ટાગ્રામ પર લગભગ 1 લાખથી વધુ ફોલોવર્સ છે. ચાંકોના ફોલોવર્સ ઝડપથી વધી રહ્યાં છે.

આ બાળકીની મા ઈન્સ્ટાગ્રામ પર ફોટોઝ અને વીડિયો અપલોડ કરતી રહે છે

ચાંકોના ફોલોવર્સ તેના વખાણ કરતા કમેન્ટ્સ કરતા રહે છે.

ચાંકોની માતા પોતાની છોકરીના વાળમાં હેર ક્લિપ અને રિબીન બાંધીને તેને વધુ ક્યૂટ બનાવે છે

ડૉક્ટરોના કહેવા મુજબ બાળકના વાળની ગ્રોથ જેનેટીક્સ અને એથિનિસિટીથી પ્રભાવિત થાય છે

ગર્ભાશયની અંદર બાળક માના ઉચ્ચ સ્તરના હોર્મોન્સના સંપર્કમાં આવે છે. જ્યારે બાળક પેદા થાય છે ત્યારે હોર્મોન્સ ઘટી જાય છે જેનાથી બાળકના વાળ વધતા બંધ થઇ જાય છે

જેમ જેમ બાળકના વાળ ફરી ઉગવાનું ચાલુ થાય છે, જૂના વાળ ખરી જાય છે

બીજીવાર આવતા વાળ પહેલા કરતા વધુ મજબૂત અને અલગ કલરના હોય છે

આમ તો ચાંકોની અદા કઈ ઓછી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp