સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરાવશે આ બ્રેસલેટ, વધારે નજીક આવવા પર આપશે ઝટકો

PC: aajtak.in

કોરોનાથી બચવા માટે સુરક્ષા પ્રોટોકોલને પાલન કરવા માટેની કેટલીય વાતો કરવામાં આવે પરંતુ માર્કેટ જેવી જગ્યાઓ પર સોશિયલ ડિસ્ટન્સીંગના નિયમો તૂટતા જ જોવા મળ્યા છે. તેવામાં કોરોનાના નવા કેસોની સંખ્યા ઝડપથી વધી રહી છે અને સરકારોએ લોકડાઉનનો રસ્તો અપનાવવો પડી રહ્યો છે. આ દિશામાં મદદ કરવા માટે મેરઠમાં એક ખેડૂત યુવાને એક બ્રેસલેટ બનાવ્યું છે, જે તમને સોશિયલ ડિસ્ટન્સના પાલનમાં મદદ કરશે.

બી-ટેકનું ભણી રહેલા વિદ્યાર્થી નીરજ ઉપાધ્યાયનો દાવો છે કે આ બ્રેસલેટ પહેરવાથી સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરાવવું સરળ બની જશે. તેને પહેરનારા બે લોકો જ્યારે પણ એકબીજાની નજીક આવશે તો તેમને કરન્ટ જેવો હલકો ઝટકો લાગશે જેનાથી તેમને બે ગજની દૂરી રાખવાનો અહેસાસ થઈ જશે. જોકે આ બ્રેસલેટ ત્યારે જ કારાગાર સાબિત થશે જ્યારે તેનો ઉપયોગ વધુની સંખ્યામાં લોકો કરે કારણ કે આ તે જ લોકો પર કામ કરશે જેમણે બ્રેસલેટ પહેર્યું છે.

મેરઠની એન્જિનીયરીંગ કોલેજમાં બી-ટેકના અંતિમ વર્ષમાં ભણી રહેલા નીરજ ઉપાધ્યાયે પોતાના મિત્ર પંકજ ચૌધરી સાથે મળીને આ બ્રેસલેટનો ડેમો કરીને પણ બતાવ્યો છે. આ બ્રેસલેટને બે લોકોએ પહેર્યા હતા અને જ્યારે તેઓએ એકબીજાની નજીક આવવાની કોશિશ કરી તો તેઓ 3 મીટરથી વધુ એકબીજાની નજીક આવી શક્યા ન હતા. તેનાથી નજીક આવવા પર તેમને કરન્ટ લાગવા જેવો ઝટકો લાગતો હતો.

નીરજનો ઈરાદો પોતાના આ ડિવાઈસની પેટન્ટ કરાવવાનો છે. નીરજનું કહેવું છે કે એક બ્રેસલેટમાં 130 રૂપિયા જેટલો ખર્ચો થાય છે અને તેને વધારે ક્વોન્ટીટીમાં બનાવવામાં આવતા તેના ખર્ચામાં પણ ઘટાડો થશે. નીરજનું કહેવું છે કે સરકારની તમામ કોશિશો કરવા છત્તાં લોકો સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરતા નથી. તેવામાં સોશિયલ ડિસ્ટન્સીંગને લઈને તેનું આ ડિવાઈસ ઘણું ઉપયોગી સાબિત થઈ શકે છે. જો કોઈ વ્યક્તિ આ ડિવાઈસ હાથમાં પહેરશે તો જાતે જ બીજા લોકોથી દૂરી બનાવી રાખવાનું યાદ રાખશે. 20 વર્ષીય નીરજ મેરઠ બાયપાસ રોડ પર આવેલી દિલ્હી ઈન્સ્ટીટ્યૂટ ઓફએન્જિનીયરીંગ એન્ડ ટેક્નોલોજીનો વિદ્યાર્થી છે. તેણે 2017માં આ ઈન્સ્ટીટ્યૂટમાં એડમિશન લીધું હતું અને હાલમાં તે બી.ટેકના છેલ્લા વર્ષમાં છે. નીરજના પરિવારમાં માતાપિતા, તેની બે બહેનો અને એક ભાઈ છે. તેના પિતા એક ખેડૂત છે અને તે તેના પરિવારમાં સૌથી નાનો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp