આ દેશના દરેક હાઈ સ્કૂલમાં લગાવવામાં આવ્યા કોન્ડોમ વેન્ડિંગ મશીનો, ખાસ છે કારણ

PC: in.adkmen.com

દુનિયાના તમામ દેશોમાં કોન્ડોમને લઈને આજે પણ વાતો ઓછી કરવામાં આવે છે. પરંતુ ફ્રાન્સમાં કોન્ડમ અંગેની સ્ટોરી કંઈક અલગ જ છે. એક સર્વે પ્રમાણે ફ્રાન્સમાં 96 ટકાથી વધુ હાઈ સ્કૂલોમાં કોન્ડોમ વેન્ડિંગ મશીન લગાવવામાં આવ્યા છે. મતલબ મોટાભાગની દરકે શાળાઓમાં આ મશીલ લગાડી દેવામાં આવ્યા છે. અસલમાં ફ્રાન્સની સ્કૂલોમાં કોન્ડોમને લઈને એક ટ્વીટ વાયરલ થઈ રહ્યું છે, જેમાં લખવામાં આવ્યું છે કે ફ્રાન્સના 96 ટકા હાઈસ્કૂલોમાં કોન્ડોમ વેન્ડિંગ મશીનો લાગી ચૂક્યા છે.

જોકે આ આંકડા જૂના છે. આ વાયરલ ટ્વીટ પછી ફ્રાન્સમાં એઈડ્સ અને કોન્ડોમને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. રિપોર્ટ્સ પ્રમાણે 2006માં જ 96 ટકા શાળાઓમાં કોન્ડોમ વેન્ડિંગ મશીન લાગી ચૂકી છે. ફ્રાન્સમાં આશરે 30 વર્ષ પહેલા શાળામાં પહેલી કોન્ડોમ વેન્ડિંગ મશીન લગાવવામાં આવી હતી. 1992માં શાળામાં કોન્ડોમ વેન્ડિંગ મશીન લગાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું. એઈડ્સના દર્દીઓની સંખ્યા વધવાને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

ફ્રાન્સ એક સમયે ઘણી ખરાબ રીતે એઈડ્સની ચપેટમાં આવી ગયો હતો. સુરક્ષિત યૌન સંબંધને વધારો આપવા અને ઓછી ઉંમરમાં થનારી ગર્ભાવસ્થાના જોખમને દૂર કરવા માટે ફ્રાન્સની શાળાઓમાં એવા વેન્ડિંગ મશીનો લગાવવામાં આવી, જેમાંથી કોન્ડોમ કાઢી શકાતા હતા. જે શાળાઓમાં વેન્ડિંગ મશીન છે, તેમાં હાઈ સ્કૂલ, પબ્લિક અને પ્રાઈવેટ સ્કૂલો સામેલ છે. આ સ્કૂલ સ્થાનિક સરકાર દ્વારા નાણાંકીય મદદ મેળવે છે. શિક્ષા વિભાગના સર્વેક્ષણમાં આ બધી સ્કૂલોને પ્રદર્શિત કરવામાં આવી છે.

સ્ટેટિસ્તાના એક રિપોર્ટ પ્રમાણે, 2019માં ઈલે-દે-ફ્રાન્સ એ ક્ષેત્ર હતું જ્યાં સૌથી વધુ આશરે 26 મિલિયનથી વધુ કોન્ડોમ વેચાયા હતા. જેના પછી ઓવરગન-રૌન-અલ્પેસમાં લગભગ 14.6 મિલિયન કોન્ડોમ વેચાયા હતા. જણાવી દઈએ કે ફ્રાન્સમાં પહેલી વખત કોન્ડોમ વેન્ડિંગ મશીન 1992માં લગાવવામાં આવ્યું હતું. તે સમયે સરકારના આ નિર્ણયનો સ્કૂલ મેનેજમેન્ટ અને સમાજના કેટલાંક લોકોએ વિરોધ કર્યો હતો. જોકે થોડાક જ સમયમાં લોકોએ આ નિર્ણયને ઘણો આવકાર્યો હતો. એક તથ્ય એ પણ છે કે યુવા પેઢી વચ્ચે સુરક્ષિત યૌન વ્યવહારને લઈને બનેલી રૂઢીને તોડનારો ફ્રાન્સ એકમાત્ર દેશ નથી પરંતુ અમેરિકામાં પણ સાર્વજનકિ શાળાઓમાં કોન્ડોમ યુવાનોમાં વહેંચવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp