320 વર્ષથી મ્યુઝિયમમાં રાખવામાં આવી છે આ શાપિત ખુરશી,જે બેઠો તેને મળ્યું મોત

PC: aajtak.in

18મી સદીમાં ઈંગ્લેન્ડના થોમસ બસ્બી નામનો એક માણસ થિરસ્કમાં રહેતો હતો. તેનો ડેનિયલ ઓટી નામનો પાર્ટનર હતો. કહેવાય છે કે આ બંને નકલી સિક્કા બનાવવાનું ગેરકાયદેસર કામ કરતા હતા. ડેનિયલ માત્ર થોમસનો સારો મિત્ર નહોતો, પરંતુ થોમસે તેની પુત્રી એલિઝાબેથ સાથે લગ્ન પણ કર્યા હતા. જે બાદ બંને જમાઈ અને સસરા બન્યા.

બાદમાં આ મિત્રતા વધુ ગાઢ બની હતી. દરરોજ કામ કર્યા પછી, બંને થિર્સ્કમાં તેમના મનપસંદ બારમાં સાથે બેસતા અને ત્યાં દારૂ પીતા. થોમસ હંમેશા બારમાં એક જ ખુરશી પર બેસતો હતો, જેના કારણે તેને તે ખુરશીથી ખાસ લગાવ થઈ ગયો હતો. જો કોઈ વ્યક્તિ એ ખુરશી પર બેસી જાય તો, થોમસ તેની સાથે લડવા લાગતો. પછી બળજબરીથી તેને ત્યાંથી હટાવીને પોતે તેમાં બેસી જતો. પરંતુ આ ખુરશી આગળ જતા અનેક લોકોના જીવ લેવા જઈ રહી હતી. આ વાતથી બધા અજાણ હતા.

વાર્તા વર્ષ 1702 માં શરૂ થાય છે. એક દિવસ થોમસ અને ડેનિયલ વચ્ચે બારમાં કોઈ વાતને લઈને ઝઘડો થયો. લડાઈ મારપીટ સુધી પહોંચી હતી. પછી ડેનિયલ થોમસને ચીડવવા માટે તેની મનપસંદ ખુરશી પર બેસી ગયો. આ જોઈને થોમસ એટલો ગુસ્સે થયો કે તેણે ડેનિયલની હત્યા નાખી.

પોલીસે હત્યાના આરોપમાં થોમસની ધરપકડ કરી હતી. જે બાદ થોમસને તેના સસરાની હત્યાના ગુનામાં મોતની સજા ફટકારવામાં આવી હતી. જે દિવસે થોમસને ફાંસી આપવાની હતી. તે દિવસે તેને તેની છેલ્લી ઈચ્છા પૂછવામાં આવી. તેની ફાંસી પહેલા તેની છેલ્લી ઈચ્છા વ્યક્ત કરતા થોમસે કહ્યું કે તે થિર્સ્કના બારમાં તેની મનપસંદ ખુરશી પર બેસીને તેનું છેલ્લું ભોજન કરવા ઈચ્છે છે. થોમસની આ ઈચ્છા સ્વીકારવામાં આવી અને તેને તે જ બારમાં લઈ જવામાં આવ્યો. જમવાનું પૂરું કર્યા પછી, તે ઉભા થતો અને બોલવા લાગ્યો કે, 'જે મારી ખુરશી પર બેસવાની હિંમત કરશે તેનું મૃત્યુ નક્કી છે'. ત્યારથી આ ખુરશી ખરેખર શાપિત બની ગઈ છે.

Medium.com અનુસાર, બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, રોયલ એન્ફોર્સર્સના બે પાયલોટ તે પબમાં આવ્યા અને તે ખુરશી પર બેઠા. ત્યારપછી જેવો તે બંને પબમાંથી બહાર આવ્યા કે તેમની કારને અકસ્માત નડ્યો અને બંને પાયલોટનું મોત નીપજ્યું. આ પછી જે પણ આ ખુરશી પર બેઠું તેનું રહસ્યમય રીતે મોત થઈ ગયું. આ વારંવાર થતા મૃત્યુને કારણે પબના માલિકે આ ખુરશી પબના ગોડાઉનમાં રાખી દીધી હતી. પરંતુ અહીં પણ આ ખુરશીના શાપે લોકોનો પીછો ન છોડ્યો.

એકવાર ગોડાઉનમાં સામાન રાખવા આવેલો કામદાર થાકી ગયો અને એ ખુરશી પર બેસી ગયો. ત્યાર બાદ એક કલાક પછી તે કામદારનું રોડ અકસ્માતમાં મૃત્યુ થયું. આ ઘટના પછી પબના માલિકે આ શાપિત ખુરશી થિર્સ્કના મ્યુઝિયમને દાનમાં આપી દીધી. ત્યારથી આ ખુરશી તે મ્યુઝિયમમાં 5 ફૂટની ઊંચાઈએ રાખવામાં આવી હતી. જેથી ભૂલથી પણ આ ખુરશી પર કોઈ ન બેસે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp