આ ગુજરાતી દીકરીને ક્રિકેટર બનાવવા પિતાએ ગ્રાઉન્ડ બનાવી આપ્યું, ફિઝિયો પણ રાખ્યા

PC: bhaskar.com

ભરૂચના ઝઘડિયાનું બલેશ્વર ગામમાં કદાચ આમિર ખાનની ફિલ્મ દંગલની સિક્વલ બની શકે તેમ છે. દીકરીના ક્રિકેટ પ્રત્યેના પ્રેમને પિતાએ સંપૂર્ણ સાથ આપ્યો છે. તમે સાચું વાંચ્યું દીકરો નહીં પરંતુ દીકરીની જીદ પૂરી કરવા માટે પિતાએ સૌ કોઈને પ્રેરણા આપે તેવું કામ કર્યું છે. ગુજરાત ક્રિકેટ ટીમની ઓપનર બેટ્સમેન અને ફાસ્ટ બોલર મુસ્કાન વસાવા પોતાના દમ પર ટીમ ઈન્ડિયામાં જગ્યા મેળવવા માટે સખત મહેનત કરી રહી છે. ગુજરાત મહિલા ક્રિકેટની સીનિયર ટીમમાં સ્થાન મેળવનારી મુસ્કાન વસાવાની સ્ટોરી આમિર ખાનની દંગલ ફિલ્મ સાથે મળતી આવે છે ફરક માત્ર એટલો છે કે અહીં છોકરીને ક્રિકેટ પ્રત્યે લગાવ છે અને તેના આ સપનાંને પૂરું કરવા માટે પિતાએ પણ કોઈ કસર છોડી નથી. પુત્રીની ક્રિકેટ પ્રત્યેની લગન જોઈને સમાજની ચિંતા કર્યા વગર દીકરીને તેના સપના પૂરા કરવા માટે સપોર્ટ કર્યો છે. મુસ્કાનના પિતા પોતે ક્રિકેટ રમવા જતા હતા ત્યારે તેને પણ સાથે લઈને જતા હતા. પિતાને ગ્રાઉન્ડમાં રમતા જોઈ તેણે પણ ક્રિકેટ રમવાની જીદ પકડી હતી.

આથી દીકરીના ધગશ જોઈને પિતાએ ક્રિકેટની પ્રેક્ટીસ માટે આખું ગ્રાઉન્ડ ઊભું કરી દીધું હતું. પહેલા તેઓ મુસ્કાનને સારું કોચિંગ આપવા માટે વડોદરા લઈ જતા હતા પરંતુ ગાયકવાડી સ્ટેટમાં ભરૂચ ન આવતા મુસ્કાન માટે આગળ વધવાનું અઘરું થઈ રહ્યું હતું આથી તેમણે બરોડા ક્રિકેટ એસોસિએશન પાસેથી એનઓસી મેળવીને મુસ્કાનને ભરૂચ ડિસ્ટ્રીક્ટ એસોસિએશન તરફથી ક્રિકેટ રમવાની શરૂઆત કરાવી હતી. જે પછી મુસ્કાન સતત સફળ થઈ રહી છે.

દીકરીની ઉચ્ચ ટ્રેનિંગ માટે પિતાએ ફિઝીયોથી લઈને સારા કોચની પણ સુવિધા ઊભી કરવામાં કોઈ કસર છોડી નથી. જેના પગલે તે ભરૂચ ડિસ્ટ્રીક્ટ ક્રિકેટ તરફથી અન્ડર-19 ગુજરાતની ટીમમાં સિલેક્ટ થઈ છે, જ્યાં તેણે આંતર રાજ્ય ક્રિકેટ ટુર્નામેન્ટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરીને 4 વખત ફિફ્ટી અને ફાસ્ટ બોલર બનીને વિકેટો પણ લઈને પોતાની ઓલરાઉન્ડર તરીકેની એળખ ઊભી કરી છે. આંતર રાજ્ય મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટમાં સૌથી વધુ ફિફ્ટી મારવાનો રેકોર્ડ તેના નામ પર છે. હાલમાં તેની ગુજરાતની સિનિયર ક્રિકેટ ટીમમાં પસંદગી થઈ હતી અને તેના સારા પ્રદર્શનને લઈને હાલમાં તેનું ગુજરાત મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગી થઈ છે. પિતા અને ભાઈને ક્રિકેટ રમતા જોઈ તેને ક્રિકેટમાં રસ જાગ્યો અને ટેનિસ બોલથી ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી. પછીથી તેણે સીઝન બોલથી પ્રેક્ટિસ શરૂ કરી હતી. તેણે કહ્યું હતું કે મારા પિતાએ મારી પ્રેક્ટિસ માટે ગામમાં જ ક્રિકેટ ગ્રાઉન્ડ બનાવ્યું છે. જ્યાં હું મારી નેટ પ્રેક્ટિસ કરું છું. મારું સપનું ટીમ ઈન્ડિયાની મહિલા ટીમ માટે રમવાનું છે.      

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp