હાથ વગર જન્મી હતી આ છોકરી, આજે આખી દુનિયા જુએ છે તેનો ડાન્સ, તમે પણ જુઓ Video

બ્રાઝીલમાં રહેનારી વિટોરીયા બ્યૂનો માત્ર 16 વર્ષની છે પરંતુ તે પોતાની ડાન્સિંગ સ્કીલથી લાખો લોકો માટે પ્રેરણા બની ચૂકી છે. અસલમાં જન્મથી જ વિટોરીયાના હાથ નથી પરંતુ તેમ છત્તાં તે પોતાની બેલે ડાન્સિંગથી સૌને પ્રભાવિત કરી ચૂકી છે. બ્રાઝીલમાં સાંતા રીટાના એક નાનકડા શહેરમાં રહેનારી વ્યૂનો જ્યારે જન્મી હતી ત્યારે આસપાસના લોકો માટે તે કૂતુહલનો વિષય બની ગઈ હતી.

બ્યૂનોને જન્મ સમયથી જ બંને હાથો નથી અને જ્યારે તે જન્મી ત્યારે કોઈએ વિચાર્યું ન હતું કે તે ડાન્સર બની જશે. બ્યૂનોની માતાને જોકે લોકોની અસંવેદનશીલતાથી ઘણું દુખ થાય છે. બ્યૂનોની માતાએ આ અંગે વાત કરતા કહ્યું છે કે લોકો મારા ઘરની બહાર લાઈન લગાવીને બ્યૂને જોવા માટે ઊભા રહી જતા હતા. તેમને એવું લાગચું હતું કે મારા ઘરે કોઈ અજૂબાનો જન્મ થયો છે. તેઓ મારી પુત્રીની સ્લીવ ઉઠાવીને એ સુનિશ્ચિત કરવા ઈચ્છતા હતા કે તેના હાથ નથી. જોકે મને આ પસંદ આવતું ન હતું.

વિટોરીયાના ફિઝીયોથેરાપીસ્ટે તેનો ડાન્સ પ્રત્યેની લગન જોઈ હતી અને પછી પોતાના ફિઝીયોથેરાપીસ્ટની સલાહ માનીને બ્યૂનોએ બેલે ડાન્સ શીખવાનો નિર્ણય કર્યો હતો. બ્યૂનોની માતાએ જ્યારે તેને બેલે ડાન્સ ક્લાસ માટે મોકલી તે સમયે વિટોરીયાની ઉંમર 5 વર્ષની હતી અને તેને એ વાતનો ડર હતો કે તે આ માહોલમાં પોતાને સેટ કરી શકશે કે નહીં. જોકે વિટોરીયા ન માત્ર પોતાની જાતને ડાન્સના માહોલમાં ઢાળવામાં કામયાબ રહી પરંતુ તે ટેપ ડાન્સ પણ શીખી રહી છે.

બ્યૂનોનું કહેવું છે કે હાથ મારા માટે એક ડિટેલ જ છે. હું પોતાની આંખોથી ફોલો કરું છું. મને ક્યારેક લાગે છે કે મને મારા હાથોની કોઈ જરૂર નથી. બ્યૂનો માટે ડાન્સિંગ માત્ર એક સપનું નહીં પરંતુ ડાન્સ પ્રેક્ટિસના સહારે તેની બોડીમાં બેલેન્સ અને લચીલાપણું પણ આવ્યું છે. બ્યૂનો બ્રશ કરવાથી લઈને સુપરમાર્કેટમાં વસ્તુઓની ખરીદી પણ પોતાના પગથી જ કરે છે. બ્યૂનોના સ્ટેપ ફાધર જોસે કોર્લોસ પેરેરિયાએ પોતાની પુત્રીના વખાણ કરતા કહ્યું છે કે કેટલીક એવી વસ્તુઓ છે જે પોતાના પગના સહારે કરી લે છે અને તે હું મારા હાથના સહારે પણ કરી શકતો નથી. બ્યૂનોનું કહેવું છે કે આપણે આપણી અક્ષમતા કરતા પણ ઘણું વધારે કરી શકીએ છે અને આપણે આપણા સપનાઓને લઈને હાર માનવી જોઈએ નહીં.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp