શિક્ષકને જોતા જ ધ્રૂસકે-ધ્રૂસકે રડવા લાગ્યા બધા વિદ્યાર્થી, આખરે કેમ આવું થયું?

PC: twitter.com/AwanishSharan

ગુરુનો દરજ્જો ભગવાનથી પણ ઊચો માનવામાં આવે છે. ગુરુ-શિષ્યનો સંબંધ અતૂટ હોય છે. ગુરુ પોતાના ઉપર ઉત્તરદાયિત્વ લે છે કે તે પોતાના શિષ્યને જ્ઞાનથી પરિપૂર્ણ રાખશે અને તેને ભવિષ્યમાં એક યોગ્ય માર્ગ સુધી પહોંચાડવાનો સંપૂર્ણ પ્રયત્ન કરશે. આજના સમયમાં એવું ખૂબ જ ઓછું જોવા મળે છે કે ગુરુના વિદાઇ માટે વિદ્યાર્થી નિરાશ થાય. તેના બદલે ફેરવેલ પાર્ટીની પરંપરા બની ગઈ છે. જોકે કેટલીક જગ્યાએ એવું નથી જોવા મળતું. પોતાના ગુરુની વિદાઇ પર શાળાના વિદ્યાર્થી ધ્રુસકે ધ્રુસકે રડે છે.

આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે એક શિક્ષકની નિવૃત્તિ પર શાળાના સહ-શિક્ષક તેમના સન્માન સ્વરૂપે વિદ્યાર્થીઓ દ્વારા સાલ ઓઢાડવામાં આવી. તેમની વિદાઇ પર શાળાના બધા વિદ્યાર્થી ત્યાં પહોંચ્યા અને નિવૃત્ત શિક્ષકને પગે પડવા લાગ્યા. ત્યાં ઉપસ્થિત બધા વિદ્યાર્થી ત્યાં સુધી ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા જ્યાં સુધી શિક્ષક શાળામાંથી વિદાઇ થવા લાગ્યા. ડઝનો બાળકોએ તેમને ચારેય તરફથી ઘેરી લીધા અને જોર જોરથી રડવા લાગ્યા.

આ જોઈને સમજી શકાય છે કે વિદ્યાર્થી પોતાના શિક્ષકની વિદાઇ એટલે સહન કરી શકતા નહોતા કેમ કે શાળાના બધા વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓને પોતાના શિક્ષક પ્રત્યે જબરદસ્ત લગાવ હતો. આ વીડિયોને IAS-IPS અધિકારીઓએ શેર પણ કર્યો છે. IAS અધિકારી ત્રિલોક બંસલે આ વીડિયોને શેર કરતા લખ્યું કે વિદ્યાર્થીઓના ભવિષ્યને ઉજ્જવળ કરવામાં શિક્ષકની ભૂમિકા મહત્ત્વની હોય છે. તેમના માટે એક ભાવાત્મક ક્ષણ હોવી જોઈએ. તો મૂળ વીડિયોને શેર કરનારા IAS અધિકારી અવનીશ શરણે લખ્યું કે આ એક સરકારી શાળાના શિક્ષકના રિટાયરમેન્ટનો દિવસ છે. શું ક્ષણ છે. આ વીડિયોને હવે ઘણા લોકો પોતાના પેજ પર શેર કરી રહ્યા છે.

યશ સિંહ નામના યુઝરે લખ્યું કે ભગવાન કરે તેમને નેતાઓની નજર ન લાગે અને નાની નદી બોલીને નાળામાં ડૂબાડી દેશે. દીપક સિંહ ચૌહાણ નામના યુઝરે લખ્યું કે યોગ્ય રીતે શિક્ષક જ શિક્ષણનો મુકુટ છે. ગુરુદેવને સાષ્ટાંગ પ્રણામ. સુનિલ કુમાર નામનો યુઝર લખે છે કે આ વસ્તુ આજના કોન્વેન્ટના જમાનામાં નષ્ટ જેવી થઈ ગઇ છે. આ આપણી સંસ્કૃતિ છે પોતાના ગુરુ પ્રત્યે અને પોતાના ભગવાન પ્રત્યે એવા ગુરુવરના ચરણોમાં સાદર પ્રણામ. તેના પર એક યઝરે જવાબ આપતા લખ્યું કે કોન્વેન્ટ સ્કૂલ બિઝનેસ કરે છે તો બાળકો ગ્રાહક જેવો જ વ્યવહાર નહીં શીખે?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp