આ છે દુનિયાનું ફ્રોઝન શહેર, છેલ્લા 8 વર્ષથી કોઈ નથી રહેતું અહીં, આ છે કારણ

PC: aajtak.in

દરેક શહેર પોતાની સીઝનને હિસાબે પોતાની ઓળખ બનાવે છે. કોઈ જગ્યાએ ગરમી તો કોઈ જગ્યાએ ગરમી. જ્યારે અમુક જગ્યાએ માત્ર વરસાદ પડતો હોય. આ સમયે જ્યારે દુનિયાભરમાં ગરમીની સીઝન શરૂ થઈ રહી છે, તેવામાં રશિયાનું એક શહેર એવું પણ છે જે પોતાના ખરાબ વાતાવરણને લીધે ખઆલી પડ્યું છે. આ શહેર છેલ્લા 8 વર્ષોથી ખાલી પડ્યું છે. અહીં રસ્તાઓ અને મેદાનો, બિલ્ડીંગની ઉપર બરફની મોટી ચાદર તો જોવા મળશે જ પરંતુ લોકોના ઘર, ગાડીઓ પર એવો બરફ જામેલો છે, જેનો કોઈ અંદાજો લગાવી શકે તેમ નથી.

રશિયાનું વોરકુતા શહેર નોર્થ આર્કટિક સર્કલનું ચોથું સૌથી મોટું શહેર છે. આ શહેર પોતાને ત્યાં પડતી વધુ ઠંડી માટે જાણીતું છે. આ વિસ્તારમાં પોલાર બિયર ઘણી મોટી સંખ્યામાં જોવા મળે છે. અહીં તમે ક્યાંય નજર નાખશો તો ચારે બાજુ બરફ જ બરફ જોવા મળશે. અહીંનું લઘુત્તમ તાપમાન માઈનસ 50 ડિગ્રી સે.ની આસપાસ રહે છે. વધારે પડતી ઠંડી અને બરફ પડવાને લીધે લોકો અહીંથી બીજા ગરમીવાળા વિસ્તારોમાં જતા રહ્યા છે. અહીં એટલી ઠંડી હોય છે કે કોઈ પક્ષી પણ જોવા મળતા નથી.

વર્ષ 2010ની વસ્તી ગણતરી પ્રમાણે અહીં ક્યારેક 70,548 લોકો રહેતા હતા પરંતુ હાડકા થીજવી દે તેવી માઈનસ 50 ડિગ્રી સેની ઠંડીએ અહીંથી લોકોને પલાયન કરવા માટે મજબૂર કરી દીધા છે. વોરકુતામાં બચી છે તો માત્ર સફેદ બરફની ચાદર. હવે અહીં ઘરો અને બિલ્ડીંગને બરફે પોતાની આગોશમાં લઈને એક ભયાવહ માહોલ બનાવી દીધો છે. ઘરની છત હોય કે દિવાલ કે બારી કંઈ પણ હોય અહીં દરેક વસ્તુ પર બરફે કબ્જો કરીને રાખ્યો છે.

એક સમયમાં સ્ટાલિને આ વિસ્તારમાં કેદીઓને રાખવા માટે ગુલાગ કેમ્પ બનાવ્યો હતો પરંતુ -50 ડિગ્રી જેવા અસહનીય તાપમાને અહીંની જનતાને પલાયન કરવા પર મજબૂર કરી દીધી. આ જેલ અથવા કેમ્પ જે કોયલાની ખાણમાં કામ કરતા મજૂરો માટે બનાવવામાં આવી હતી પરંતુ કોઈને સજા આપવાની હોય તો સજા માટે આ વિસ્તારમાં મોકલી આપવામાં આવતો હતો. 1932ના સમયમાં આ શહેર માઈનિંગ હબ તરીકે જાણીતું હતું પરંતુ જ્યારે સોવિયેટ સંઘનું વિભાજન થયું તો આ વિસ્તારમાં અફરાતરફરી મચી ગઈ હતી અને પછી બાકીની કસર અહીના તાપમાને પૂરી કરી નાખી હતી.

21મી સદીની શરૂઆત થતા થતા અહીં કોયલાની ખાણો બંધ કરી દેવામાં આવી કારણ કે 1980-90 દરમિયાન માઈનિંગ કરાવનારા અને મજૂરો વચ્ચે સંઘર્ષ અને વિવાદ થવા લાગ્યા કારણ કે મજૂરોને આવી ભયાનક પરિસ્થિતિમાં કામ કરવા છત્તા જોઈએ તેવી મજૂરી મળતી ન હતી. તે સિવાય અહીંના ખરાબ વાતાવરણને લીધે તેઓ અહીં રહેવા ઈચ્છતા ન હતા. આથી તેઓ બધા શહેર છોડીને જતા રહ્યા. ફેબ્રુઆરીમાં અહીંનું તાપમાન -20 ડિગ્રી હોય છે. બરફમાં રાહત મળે તો આર્કટિક મહાસાગર તરફથી આવતી ઠંડી હવા આ વિસ્તારનું તાપમાન ઓછું કરે છે. જોકે સાઈબિરીયાથી અહીં ઠંડી ઓછી હોય છે. પરંતુ તે રશિયાના પર્માફ્રોસ્ટની સીમા પર હોવાને લીધે અહીં ઠંડી ઘણી વધારે પડે છે.

કોલ્ડ વોરના સમયે વોરકુતા એરપોર્ટથી વિમાનો ઉડતા હતા. અહીંથી અમેરિકાના લડાયક વિમાનો ઉડતા હતા. સાથે જ તે આર્કટિક વિસ્તારની દેખરેખ પણ રાખતા હતા. 2016માં અહીં કોલસાની ખાણમાં એક મોટી ઘટના ઘટી જેમાં મિથેન ગેસ લીક થવાને લીધે 32 લોકોના મોત થયા હતા. અહીંનું લઘુત્તમ તાપમાન -52 ડિગ્રી નોંધાયું છે. જ્યારે મહત્તમ તાપમાન 33.8 ડિગ્રી નોંધાયું છે. પરંતુ અહીં નવેમ્બરથી માર્ચ મહિના દરમિયાન ઘણી ઠંડી પડે છે.    

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp