74 વર્ષના આ ભાઇના 8 વખત થયા છે લગ્ન, 8 બાળકોના પિતા હવે શોધી રહ્યા છે નવમી પત્ની

PC: mirror.co.uk

લોકોને એક પત્ની મેળવવામાં અને સાચવવામાં ફાંફા પડી જતા હોય છે, પરંતુ બ્રિટનના 74 વર્ષના વૃદ્ધે 8 લગ્ન કર્યા પછી હવે 9માં લગ્ન કરવા છે. 8 બાળકોના પિતા રોન શેપર્ડ 9મી પત્નીની શોધમાં છે. રોનનું કહેવું છે કે, તેને સિંગલ રહેવું પસંદ નથી. પરંતુ તેની 8મી પત્નીથી છૂટાછેડા લીધા બાદ તે લગભગ 5 વર્ષથી સિંગલ છે. તેણે જણાવ્યું કે, કોવિડ અને અન્ય બીમારીને કારણે તે વૈરાગી જીવન જીવી રહ્યો હતો. પરંતુ ફરી એકવાર તે ફરી પ્રેમની શોધમાં નીકળી પડ્યા છે.

આઠ વખત લગ્ન કરનાર 74 વર્ષીય વ્યક્તિ ફરીથી લગ્ન કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. રોન શેપર્ડ નામના વ્યક્તિનું કહેવું છે કે પરફેક્ટ મેચ મળતાં જ તે 9માં લગ્ન કરી લેશે. રોન યુકેના સમર્ટનનો રહેવાસી છે. રોન કહે છે કે, તેને સિંગલ રહેવું ગમતું નથી અને તેની સાથે હેંગઆઉટ કરવા માટે પાર્ટનરની શોધમાં છે. અગાઉ તેણે રોઝ નામની અમેરિકન મહિલા સાથે સગાઈ કરી હતી. પરંતુ 2019માં તેણે સંબંધ તોડી નાંખ્યો. ત્યારથી તે એકલવાયું જીવન જીવે છે.

પાર્કિન્સન રોગથી પીડિત રોને ધ મિરર સાથેની વાતચીતમાં કહ્યું કે, મેં મારા માટે સમય કાઢ્યો હતો. મારી તબીબી સમસ્યાઓ અને કોવિડને કારણે હું વૈરાગી જીવન જીવી રહ્યો હતો. કોમેડિયન નોર્મન વિઝડમના ભૂતપૂર્વ ટૂર મેનેજર રોન શેપર્ડે જણાવ્યું હતું કે, તેઓ માનતા હતા કે ભૂતપૂર્વ પત્ની ફિલિપિનો ક્રિસ્ટલ લાલેક કાયમ તેમની સાથે રહેશે. પરંતુ 5 વર્ષ પહેલા તેણે મને છોડી દીધો હતો. ત્યારથી તે જીવનસાથીની શોધમાં છે. રોને કહ્યું, હું હજુ પણ પ્રેમની શોધમાં છું. હું ક્યારેય હાર નહિ માનું. મને એકલા રહેવું બિલકુલ પસંદ નથી. હું ફક્ત એક સાથીને શોધી રહ્યો છું.

રોનના 8 બાળકો અને 13 પૌત્રો છે. તેણે વર્ષ 1966માં પ્રથમ વખત માર્ગારેટ સાથે લગ્ન કર્યા હતા, પરંતુ 2 વર્ષ પછી બંનેના છૂટાછેડા થઈ ગયા હતા.

રોનની બીજી પત્નીનું નામ જેનેટ છે. લગ્નના 1 વર્ષ બાદ વર્ષ 1974માં બંનેએ છૂટાછેડા લીધા હતા. 2 વર્ષ પછી 1976માં તેણે લેસ્લી સાથે લગ્ન કર્યા. લગ્નના 5 વર્ષ પછી 1996માં લેસ્લીનું અવસાન થયું અને રોન ફરીથી સિંગલ થઈ ગયા. 1982માં રોનના પાંચમા લગ્ન કેથી સાથે થયા અને છૂટાછેડા થઇ ગયા. પછી 1986માં તેણે સૂ સાથે લગ્ન કર્યા. આ લગ્ન 11 વર્ષ સુધી ચાલ્યા. રોને વર્ષ 1999માં સિંગાપોરની ઉષા સાથે લગ્ન કર્યા હતા. પછી 2003માં વોન અને પછી એક વર્ષ પછી રોને વેંગ સાથે લગ્ન કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp