મળશે ચાર કાંધ, અર્થી અને પંડિત, કંપની અંતિમ સંસ્કારની કરશે બધી વ્યવસ્થા

PC: indiatv.in

સોશિયલ મીડિયા પર આજકલ એક ફોટો ઘણો વાયરલ થતો જોવા મળી રહ્યો છે, જેમાં અંતિમ સંસ્કારની સર્વિસ આપનારી કંપનીના સ્ટાર્ટઅપનું અનોખું મોડલ દેખાડવામાં આવી રહ્યું છે. દરેક આ નવા સ્ટાર્ટઅપને જોઈને હેરાન છે. ફોટા પર સુખાંત ફ્યુનરલ મેનેજમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ લખેલું છે. શું છે આ ફોટાની હકીકત. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક ફોટામાં કંપનીનું નામ, તેની સર્વિસ અંગે માહિતી જોવા મળી રહી છે.

આ ફોટાને આઈએએસ અવનીશ શરણ સહિત ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે શેર કર્યો છે. આ ફોટામાં એક ઈવેન્ટ કંપનીના એક સ્ટોલને દેખાડવામાં આવ્યો છે. જેમાં બકાયદા અંતિમ સંસ્કારની બધી જવાબદારી આ કંપની ઉઠાવશે તેની ખાતરી આપવામાં આવી રહી છે. તેની સાથે સ્ટોલની બહાર સજાવેલી અર્થી અને અંતિમ સંસ્કારનો સામાન જોવા મળી રહ્યો છે. તેને લઈને અધિકારી અવનીશ શરણે લખ્યું છે કે આવા સ્ટાર્ટઅપની જરૂર શા માટે જરૂર પડી. જ્યારે અન્ય એક યુઝરે લખ્યું છે કે મારા પરિવારના એક વ્યક્તિએ એક વખત કહ્યું હતું કે ભવિષ્યમાં ભાડાના લોકો અંતિમ યાત્રામાં આવશે અને તેમની વાતો સાચી થતી જોવા મળી રહી છે. આ ઘણી જ આશ્ચર્યની વાત છે.

એક વ્યક્તિએ ટ્વીટ કર્યું છે કે આ રીતની અંતિમ સંસ્કાર સેવા અમેરિકામાં પણ ઉપલબ્ધ છે. આ સર્વિસ ભારતના લોકો માટે નવી છે, આથી સૌ હેરાન રહી ગયા છે. અસલમાં દેશની રાજધાની દિલ્હીના પ્રગતિ મેદાનમાં 41મો આંતરરાષ્ટ્રીય વેપાર મેળો મતલ ઈન્ડિયા ઈન્ટરનેશનલ ટ્રેડ ફેર ચાલી રહ્યો છે. ઘણી કંપનીઓએ અહીં પોતાના સ્ટોલ લગાવ્યા છે. તેમાં મુંબઈની એક કંપનીએ પણ પોતાના સ્ટાર્ટઅપને પ્રમોટ કરવા માટે સ્ટોલ લગાવ્યો છે. ધ્યાન આપનારી વાત એ છે કે અંતિમ સંસ્કાર મૃત વ્યક્તિના પરિવારના લોકો જ કરે છે. પરંતુ જમાનો બદલાવાની સાથે જ હવે કંપની અંતિમ સંસ્કારની બધી વિધિ અને સામાન પણ પૂરો પાડશે.

કંપનીની વેબસાઈટમાં કહેવા પ્રમાણે, તે એમ્યુબ્યુલન્સ સેવા, અંતિમ સંસ્કાર માટે જરૂરી સામાનની વ્યવસ્થા કરે છે અને મૃત્યુ પ્રમાણ પત્ર બનાવવામાં પણ મદદ કરે છે. જાણકારી પ્રમાણે આ કંપની લગભગ 38000 રૂપિયાની ફી પર અંતિમ સંસ્કારની જવાબદારી ઉઠાવી લે છે. એટલું જ નહીં પંડિતથી લઈને વાળ કાપનાર ઉપરાંત અસ્થિ વિસર્જનમાં પણ આ લોકો મદદ કરશે.      

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp