આ મહિલા દર વર્ષે થાય છે ગર્ભવતી, ટૂંક સમયમાં 12માં બાળકને આપશે જન્મ

PC: Zeenews.india.com

અમેરિકામાં રહેતી એક મહિલા લગ્ન બાદથી લગભગ દર વર્ષે ગર્ભવતી બની છે અને ટૂંક સમયમાં જ તેના 12મા બાળકને જન્મ આપવા જઈ રહી છે. જોકે, આ માટે મહિલાએ ઘણી ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો અને તેણીને સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ કરવામાં આવી હતી, પરંતુ તેનાથી તેને કોઈ ફરક પડ્યો નથી. કર્ટની રોજર્સ નામની આ મહિલાએ તેના લગ્ન પછી ક્યારેય ગર્ભનિરોધક સાધનોનો ઉપયોગ કર્યો નથી.

'ન્યૂયોર્ક પોસ્ટ'ના રિપોર્ટ મુજબ અમેરિકામાં ન્યૂ મેક્સિકો વિસ્તારમાં રહેતી કર્ટની રોજર્સના ઈન્સ્ટાગ્રામ પર 29 હજાર ફોલોઅર્સ છે. આટલા બધા બાળકોને જન્મ આપવા બદલ તેણે સતત ટીકાઓનો સામનો કરવો પડે છે. 37 વર્ષની કર્ટનીએ પાદરી ક્રિસ સાથે લગ્ન કર્યા અને ત્યારથી તે દર વર્ષે ગર્ભવતી રહે છે. કર્ટની 12મી વખત માતા બનવાની છે અને તેની ડિલિવરીની તારીખ માર્ચમાં છે.

આ કપલે અત્યાર સુધીમાં કુલ 11 બાળકોને જન્મ આપ્યો છે, જેમના નામ ક્લિન્ટ, ક્લે, કેડ, કેલી, કેશ, કોલ્ટ, કેસ, કૈલિના, કોરાલી અને કેરિસ છે. જેમાં સૌથી મોટા બાળકની ઉંમર અગિયાર વર્ષ અને સૌથી નાનાની ઉંમર લગભગ એક વર્ષની છે. રોજર્સે કહ્યું કે, તે પોતે જ તેના તમામ બાળકોની સંભાળ રાખે છે. તે ડાયપરને બદલે નેપીનો ઉપયોગ કરીને પૈસા બચાવે છે અને પોતાના ખેતરમાં ઉગાડેલા ફળ જ બાળકોને ખવડાવે છે.

રોજર્સનો પતિ ચર્ચમાં કામ કરે છે અને ઘરને ટેકો કરે છે, તેમજ અન્ય નોકરીઓ પણ કરે છે. તેણે કહ્યું કે, તે હંમેશા માતા બનવા માંગતી હતી અને તેના પતિએ તેની માતા (રોજર્સની સાસુ)ની જેમ ઓછામાં ઓછા 10 બાળકોને જન્મ આપવાનું સૂચન કર્યું હતું. જોકે, હવે આ સંખ્યા વધીને 10થી વધુ થઈ ગઈ છે. રોજર્સે કહ્યું, 'મારા 10માં બાળકને જન્મ આપ્યા પછી પણ હું પહેલાની જેમ જ યુવાન દેખાતી હતી, તેથી મેં 10ને બદલે એક ડઝન બાળકોની માતા બનવાનું નક્કી કર્યું'.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp