કર્મચારીઓ પર નજર રાખવા કંપનીએ ટોયલેટમાં લગાવ્યા કેમેરા, ફોટા લીક થતા થઈ ટીકા

PC: aajtak.com

સ્ટાફ પર નજર રાખવા માટે એક કંપનીના બોસે ટોયલેટમાં પણ કેમેરા લગાવડાવ્યા હતા. બોસને શંકા હતી કે ટોયલેટમાં સ્ટાફ સ્મોકિંગ કરે છે અને ફોન પર ઘણો વધારે સમય વીતાવે છે. ટોયલેટના કેટલાંક ફોટોઝ લીક થઈ જવા પછી સોશિયલ મીડિયા પર બોસની ટીકા કરવામાં આવી રહી છે. જોકે ફોટોઝ સામે આવ્યા છતાં કંપનીએ આ આરોપોને ખોટા કહ્યા હતા અને કહ્યું કે કંપનીના બાથરૂમમાં CCTV કેમેરા નથી લગાવવામાં આવ્યા. આ મામલો દક્ષિણ ચીનના એક શહેરનો છે. જ્યાંની એક ટેક કંપની પર ગંભીર આરોપ લગાવવામાં આવ્યા છે. રેડ સ્ટાર ન્યુઝના રિપોર્ટ પ્રમાણે, ટોયલેટમાં બ્રેક ટાઈમ વીતાવી રહેલા કર્મચારીઓના ત્રણ ફોટા લીક થયા હતા અને પછી તે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયા હતા. ત્રણ ફોટોઝમાં ત્રણ અલગ અલગ પુરુષ ટોયલેટમાં સ્મોકિંગ કરતા અને ફોન વાપરતા જોવા મળી રહ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, કંપનીએ આ ત્રણેય ફોટાનો ઉપયોગ બીજા સ્ટાફને ચેતવણી આપવા માટે કર્યો હતો. જેથી બીજા લોકો કંપનીની પોલિસીને તોડે નહીં.

પરંતુ આ ફોટાના કારણે સોશિયલ મીડિયા પર કંપનીની ટીકા થવા લાગી છે. લોકો સ્ટાફની પ્રાઈવસી અંગે સવાલ ઉઠાવીને કંપની પર નિશાનો સાધી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે- કંપનીને આ રીતની હરકત માટે સજા મળવી જોઈએ. ત્યારે અન્ય એક જણાએ લખ્યું છે- આ લોકો માણસને પણ જાનવરની જેમ ટ્રીટ કરે છે. ત્રીજાએ કંપનીની આ હરકતને ડરામણા સપના સમાન કહી હતી. રિપોર્ટ પ્રમાણે, કેમેરામાં કેદ બંને લોકોને કંપનીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. જ્યારે બાકીના લોકોનું બનોસ કાપી નાખવામાં આવ્યું છે અને તે લોકોને કંપની તરફથી છેલ્લી વોર્નિંગ આપવામાં આવી છે. આ નિર્ણય અંગે કંપનીએ કહ્યું છે કે, કર્મચારીઓએ લક્ષ્મણ રેખાને પાર કરી લીધી હતી. આથી તેઓ આવી કડક કાર્યવાહીના હકદાર હતા. રેડ સ્ટાર ન્યુઝ સાથેની વાતચીતમાં એક સ્ટાફ મેમ્બરે કહ્યું હતું કે- નિશ્ચિત રીતે કેમેરામાં કેટલીક પ્રાઈવેટ મુમેન્ટ જરૂર કેદ થઈ જશે પરંતુ, સાચુ કહું તો આ પોલિસીના ફાયદા અને નુકસાન બંને છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp