પહેલા IPS અને પછી IAS, આ રીતે બન્યો દિપાંકર UPSC ટોપર

વર્ષ 2019ની પરીક્ષામાં 42મો રેન્ક લાવનાર દિપાંકર ચૌધરીની IAS બન્યા પહેલા IPS તરીકે પસંદગી કરવામાં આવી હતી. તો ચાલો આજે દિપાંકરની તૈયારીઓ વિશે જાણીએ. દિપાંકર ચૌધરીએ વર્ષ 2019માં ચોથા પ્રયાસમાં UPSC CSEની પરીક્ષામાં 42મો રેન્ક મેળવ્યો હતો. જોકે, તે પહેલાના પ્રયાસમાં પણ તેની પસંદગી થઈ ગઈ હતી. પરંતુ તે સમયે તેનો ક્રમ 166મો હતો. તેના આ રેન્ક માટે તેને IPS તરીકેની ડ્યૂટી સોંપવામાં આવી હતી. IPS તરીકે તે જોડાયો પણ હતો અને IPS તરીકેની ફરજ નિભાવતાની સાથે તેણે IAS બનવાના માટેના પ્રયાસો ચાલુ રાખ્યા હતા. તેણે ચોથા પ્રયાસમાં સફળતા પ્રાપ્ત કરી અને IASનું પદ મેળવ્યું હતું.

દિપાંકરે પોતાનું બાળપણ ઝારખંડમાં વિતાવ્યું હતું અને તેણે તેનું પ્રાથમિક શિક્ષણ પણ ત્યાં જ મેળવ્યું હતું. ત્યારબાદ તે દિલ્હી આવી ગયો હતો. જ્યાં તેનો બાકી રહેલ અભ્યાસ અને ગ્રેજ્યુએશન થયું હતું. દીપાંકરે વર્ષ 2015માં પોતાનું એન્જિનિયરિંગ પૂર્ણ કર્યું હતું. ત્યારબાદ તેણે થોડો સમય કામ પણ કર્યું અને તે દરમિયાન તેણે UPSCની પરીક્ષા આપવાનું વિચાર્યું હતું. વર્ષ 2016થી તેણે પરીક્ષાની તૈયારી શરૂ કરી દીધી હતી. તેમાં પહેલા બે પ્રયાસોમાં તેની પસંદગી થઈ શકી નહીં. તેની પસંદગી ત્રીજા પ્રયાસમાં થઈ હતી અને ત્યારબાદ તે IPS તરીકેની સેવામાં જોડાયો હતો. જોકે, તેણે IPS તરીકેની નોકરી દરમિયાન પોતાની તૈયારીઓ ચાલુ રાખી અને અંતે તે ચોથા પ્રયાસમાં IAS બનવામાં સફળ રહ્યો.

બુકલિસ્ટ વિશે વાત કરતા દિપાંકરે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, પુસ્તકોની પસંદગી અંગે કોઈ 'હાર્ડ ફાસ્ટ' નિયમ નથી. તમને જે પુસ્તક અનુકૂળ લાગે અને તમે સમજી શકો તેવા પુસ્તકની પસંદગી કરવી જોઈએ. UPSCની તૈયારી માટે કેટલાક પ્રખ્યાત લેખકો છે, જેના પુસ્તકો સામાન્ય રીતે દરેક પરીક્ષાર્થી દ્વારા પસંદ કરવામાં આવે છે. એટલે તમે તમારી અનુકૂળતા પ્રમાણે કોઈપણ બુક પસંદ કરી શકો છો.

આ વિષયમાં વધારે વાત કરતાં દિપાંકરે કહ્યું કે, 'કરેંટ અફેર મેગેઝીન્સ' ખૂબ મહત્ત્વપૂર્ણ છે. તેનું કમ્પાઇલેશન વાંચવું જોઈએ. ઈગ્નુની અભ્યાસ સામગ્રી અને NIOS વિષયના અભ્યાસની સામગ્રી પણ તમે વાંચી શકો છો, તેમા વધારે પ્રમાણમાં લખવામાં આવ્યું છે પરંતુ, તે મદદરૂપ થઈ શકે છે. જો તમે ઈચ્છતા હોવ તો અભ્યાસક્રમ પ્રમાણે બુક વાંચો અને જે ઉપયોગી ન હોય તેવી બાબતો અવગણવી જોઈએ. જોકે, UPSC જેવી પરીક્ષામાં સમય હોય, તો શક્ય તેટલું વધારે વાંચવું જોઈએ. તમને ગમતું કોઈપણ ન્યૂઝ પેપર વાંચો કારણ કે આ પરીક્ષા માટે પેપર વાંચવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.

અન્ય ઉમેદવારોથી અલગ, દિપાંકરનું માનવું છે કે આ પરીક્ષા માટે ઓછામાં ઓછાં બે વર્ષની તમામ વર્તમાન બાબતો વાંચવી જોઈએ. તેણે કહ્યું કે, આજકાલ પરીક્ષાની જે પેટર્ન ચાલી રહી છે તે પ્રમાણે વર્તમાન બાબતોને કન્ટેમ્પરરી અફેર્સ કહેવું વધારે યોગ્ય છે. તેના મતે આપણે ઓછાંમાં ઓછાં અઢી વર્ષના કરન્ટ અફેયર્સ વાંચી લેવા જોઈએ. દિપાંકર ટેસ્ટ પેપર્સને મહત્ત્વપૂર્ણ માને છે. આ બાબત વિશે વધારે વાત કરતા તેણે કહ્યું કે, ઘણા બધા ટેસ્ટ પેપર્સ આપવા જોઈએ અને ધ્યાનમાં રાખો કે પેપર આપવાથી કામ પૂરું થતું નથી. પેપર આપ્યા પછી, બે ત્રણ કલાક કાઢીને તેને સોલ્વ કરવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp