ગુજરાતી બાળકોની થાળીમાંથી શાકભાજી ગાયબ

PC: indianmomsconnect.com

ગુજરાતી થાળીમાં લીલા શાકભાજી અને ફળોનું સ્થાન પીઝા, બર્ગર અને નૂડલ્સે લીધું છે. ખોરાક નહીં હોવા છતાં ગુજરાતી લોકો પંજાબી અને ચાઇનીઝ વાનગીના શોખિન બનતા જાય છે. સૌથી વધુ ગંભીર અને ચિંતાજનક બાબત લીલા શાકભાજીની છે.

પ્રતિ વ્યક્તિએ દરરોજ 50 ગ્રામ શાકભાજી ખાવા જોઇએ તેવી રાષ્ટ્રીય ભલામણ સામે ગુજરાતી માત્ર 9 ટકા જ ખાય છે. તેમાં પણ બાળકોના સર્વેના આંકડા જોખમરૂપ છે. પ્રતિ દસ પૈકી આઠ બાળકોની થાળીમાં શાકભાજી અદ્રશ્ય હોય છે. નેશનલ ન્યૂટ્રીશ્યન મોનિટરીંગ બ્યુરોના આંકડામાં ગુજરાતનું સ્થાન ખૂબ પાછળ આવે છે. હવે તો ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ શહેરોની હવાની અસર વર્તાય છે. શહેરી બાળકો શાકભાજી ખાતા નથી.

પ્રતિ વર્ષ શાળાના બાળકોની આરોગ્ય ચકાસણીમાં પાંચ થી પંદર વર્ષ સુધીના બાળકો કોઇને કોઇ રોગથી પિડાઇ રહ્યાં છે. યોગ્ય પોષણ નહીં આપવામાં આવતા અને ફાસ્ટફુડથી ફેટી થયેલા બાળકો પાચનતંત્રની અનેક બિમારીથી પિડાઇ રહ્યાં છે.

આજે પણ આપણા બાળકો કુપોષણની બિમારીથી પિડાઇ રહ્યાં છે ત્યારે ઉત્તમ પોષણ મળે તે માટે રાજ્ય સરકાર બાળકોને એવું ભોજન પણ આપી શકતી નથી. ઘરમાં માતા તેના બાળકોને જે જોઇએ તે ખવડાવે છે પરંતુ પોષણ મળે તેવી ચીજવસ્તુઓથી માતા પણ દૂર રહે છે. શાકભાજી ખાવાથી શરીરના અનેક રોગ દૂર થાય છે તે બાળકોના વાલીઓને સમજાવવાની આવશ્યકતા છે. મોટું કામ એકમાત્ર સરકારનું આરોગ્ય ખાતુ જ કરી શકે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp