જ્યારે રિયલ લાઇફમાં કાચબાએ સસલાને રેસમાં હરાવી દીધો, જુઓ Video

PC: mid-day.com

આપણે સૌએ શાળામાં કાચબા અને સસલાની વચ્ચે થયેલી રેસની વાર્તા જરૂર વાંચી અને સાંભળી હશે. જેમાં ધીમે ધીમે ચાલીને કાચબો રેસમાં સસલા કરતા આગળ નીકળી તેને હરાવી દે છે. પહેલા સસલું ઝડપથી દોડીને આગળ નીકળી જાય છે. પછી સસલું પાછળ જુએ છે કે કાચબો હજુ તો ખૂબ દૂર છે, તો કેમ નહીં થોડી વાર માટે આરામ કરવામાં આવે. તેની વચ્ચે કાચબો ધીમે ધીમે રેસમાં સસલા કરતા આગળ નીકળી જાય છે. સામાન્ય રીતે આ સ્ટોરીનો ઉપયોગ વૃદ્ધો કોઈને સમજાવવા કે પછી શીખ આપવા માટે કરે છે.

સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થઇ રહ્યો છે. જેમાં કાચબા અને સસલાની વચ્ચે રેસની સ્પર્ધા થઇ જ્યાં રિયલ લાઇફમાં પણ એક કાચબો ધીમે ધીમે ચાલીને સસલાને રેસમાં હરાવી દે છે. IPS ઓફિસર એરુણ બોથરાએ આ વાયરલ વીડિયોને ટ્વીટર પર શેર કર્યો છે.

વીડિયોમાં જોઇ શકાય છે કે, એક સ્પર્ધામાં કાચબો અને સસલાની રેસ કરાવવામાં આવી છે. ઘણાં લોકો આ રેસને જોવા માટે ત્યાં ઉપસ્થિત હોય છે. એક નાના ટ્રેક પર કાચબા અને સસલા વચ્ચે રેસની સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. જ્યાં કાચબા અને સસલા બંનને ટ્રેક પર એકસાથે છોડવામાં આવે છે. જેમાં સસલું શરૂઆતમાં ઝડપથી આગળ નીકળી જાય છે. પછી રોકાઇ જાય છે. તો કાચબો પોતાની ધીમી ગતિએ આગળ ચાલતો રહે છે અને ફિનિશિંગ લાઇન ક્રોસ કરી દે છે.

આ વીડિયો ખૂબ જૂનો છે, પણ IPS ઓફિસરના શેર કર્યા પછી આ વીડિયો ફરીથી વાયરલ થયો છે. અરુણ બોથરાએ વીડિયો શેર કરતા કેપ્શનમાં લખ્યું કે, પરિવારની પરંપરા વ્યક્તિગત પ્રતિષ્ઠાથી પહેલા આવે છે.

આ વાયરલ વીડિયોને 6 ઓગસ્ટના રોજ શેર કરવામાં આવ્યો હતો. જેને અત્યાર સુધીમાં હજારથી વધારે વ્યૂ મળી ગયા છે. તો ઘણી હજારો લાઇક્સ અને કમેન્ટ પણ મળી ચૂકી છે. લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. વીડિયો જોયા પછી લોકો તેના પર રમૂજી કમેન્ટ કરી રહ્યા છે અને બાળપણની સ્ટોરીને આ વીડિયો સાથે જોડીને અમુક રસપ્રદ કિસ્સાઓ પણ શેર કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp