શું છે નેતાજી સુભાષચન્દ્ર બોઝનું ગુજરાત કનેક્શન

PC: khabarchhe.com

નેતાજી સુભાષચન્દ્ર બોઝના જન્મ દિવસે 23 જાન્યુઆરીને કેન્દ્ર સરકારે પરાક્રમ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. ખરેખર તેઓ ભારતની આઝાદીની લડાઇના પરાક્રમી પુરુષ હતા. તેઓ ગાંધીજીથી ઉલટ અંગ્રેજો પાસેથી હથિયારોથી લડીને આઝાદી લેવાના હિમાયતી હતા. તે માટે તેમણે 60,000 જેટલા સૈનિકોને તૈયાર કરી આઝાદ હિન્દ ફોજ તૈયાર કરી હતી. તેમણે હુમલો કરી કેટલાક વિસ્તારો જીતી પણ લીધા હતા. પરંતુ જાપાનની હાર થતા તેમણે નિરાશ થવું પડ્યું હતું. છતાં તેમના પરાક્રમે અંગ્રેજોને ડરાવી જરૂર દીધા હતા. પછી તેઓ દેશ છોડવા મજબૂર બન્યા હતા.

પરંતુ અહીં આપણે તેમના ગુજરાત કનેક્શનની વાત કરવી છે.

વર્ષ 1938માં બારડોલી નજીક હરિપુરામાં કોંગ્રેસના પ્રમુખ બન્યા

સુભાષચન્દ્ર બોઝ બારડોલી નજીક હરિપુરા ખાતે પહેલીવાર કોંગ્રેસના પ્રમુખ બન્યા હતા. ત્યારે તેમનું સ્વાગત 51 જેટલા બળદગાળા દોડાવી કરાયું હતું. હરિપુરામાં આખા દેશમાંથી 2 લાખ જેટલા લોકો આવવાના હોવાથી આખુગામ ઊભું કરાયું હતું. સર્વસંમતિથી તેઓ કોંગ્રેસના પ્રમુખ ચૂંટાયા. પરંતુ તેમના વિચારો ગાંધીજીથી અલગ હતા. એટલે 1939માં ફરી કોંગ્રેસ પ્રમુખ બન્યા છતાં તેમણે પદ છોડવું પડ્યું. એટલે જ તેઓ કોંગ્રેસ છોડીને પોતાના વિચારો મુજબ દેશને આઝાદ કરવા નીકળી પડ્યા હતા. જોકે, ગાંધીજીથી વિચારોમાં તેઓ ભલે જુદા હોય પરંતુ તેમને રાષ્ટ્રપિતા તરીકેનું સંબોધન પણ પહેલીવાર તેમણે જ કર્યું હતું.

ભૂલાભાઇ દેસાઇએ આઝાદ હિન્દ ફોજનો ઐતિહાસિક કેસ લડ્યો

ભૂલાભાઇ દેસાઇ વલસાડના હતા. તેઓ સુભાષ બોઝના આઝાદ હિન્દ ફોજના ત્રણ સિપાહીઓ માટે કેસ લડ્યા હતા. જ્યારે બ્રિટિશ આર્મી સામે જાપાને હાર સ્વીકારી તો આઝાદ હિન્દ ફોજના સિપાહીઓને પણ હથિયાર હેઠા મૂકવા પડ્યા હતા. આવા 3 સિપાહીઓ સામે અંગ્રેજ સરકારે હત્યા અને હત્યાની કોશિશ તથા દેશદ્રોહનો કેસ કર્યો હતો કારણ કે તેઓ પહેલા અંગ્રેજોની આર્મીમાં હતા. આ કેસ લાલકિલ્લા ખાતે ચાલ્યો હતો. ભૂલાભાઇ દેસાઇએ એવી દલીલો કરી કે અંગ્રેજી સરકાર હલી ગઇ હતી. તેમણે તેમની દલીલમાં કહ્યું હતું કે આ સૈનિકો પોતાના દેશને ગુલામીમાંથી મુક્તા કરવા માટે લડી રહ્યા હતા. તેઓ આઝાદ હિન્દ ફોજ તરફથી લડી રહ્યા હતા જેને જાપાન સહિતની અન્ય સરકારોએ માન્યતા આપી છે. એટલે તેઓ અંગ્રેજી સરકારને સૈનિકો નહીં પરંતુ આઝાદ હિન્દ ફોજના સૈનિકો છે. એટલે તેમને સામાન્ય ગુનેગાર નહીં પરંતુ પ્રિઝનર ઓફ વોર ગણવા જોઇએ. તેમની દલીલોને કારણે જ ત્રણેય સૈનિકોની સજા હળવી થઇ હતી. તે ઉપરાંત આ કેસના લીધે આખા દેશમાં આઝાદીના જંગ માટે વધુ ઉત્સાહ પેદા થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp