જાણો સોશિયલ મીડિયા પર ટ્રેન્ડિંગ #Binod કોણ છે? લોકો બનાવી રહ્યા છે મીમ્સ

PC: intoday.in

ઈન્ડિયન ઈ-કોમર્સ પેમેન્ટ સિસ્ટમ અને ફાયનાન્સિયલ ટેક્નોલોજી કંપની Paytmએ પોતાના ટ્વીટર અકાઉન્ટનું નામ બદલીને બિનોદ કરી લીધુ છે. સમજી શકાય તેવી બાબત છે કે, Paytmએ આ પગલું ગબ્બર નામના એક ટ્વીટર અકાઉન્ટ દ્વારા ચેલેન્જ અપાયા બાદ ઉઠાવ્યું છે.

 

તે Paytm દ્વારા ડન કમેન્ટની સાથે આ ટ્વીટને ટોપ પર પિન કરવામાં આવ્યું છે.

બિનોદ કોણ છે? #Binodના નામથી સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઈ રહ્યું છે.

શું મતલબ છે આ નામનો? આખરે એવું શું થયું જેના કારણે આ નામ આટલું વાયરલ થઈ રહ્યું છે.

લોકો મીમ્સ બનાવીને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી રહ્યા છે.

આવો જાણીએ કે આખરે આ નામ આવ્યું ક્યાંથી...

YouTube પર એક વીડિયો છે- Why Indian Comments Section is Garbage (Binod). આ નામ આ જ વીડિયોમાં બતાવવામાં આવ્યું છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે, કઈ રીતે કેટલાક લોકો કમેન્ટ બોક્સમાં માત્ર પોતાનું નામ લખીને છોડી દે છે. બસ તેમાંથી જ એક નામ છે બિનોદ. આ વીડિયોમાં જણાવવામાં આવ્યું છે કે, કઈ રીતે કેટલાક લોકો બિનોદની જેમ પોતાનું નામ, ફેમિલી, કામ, જગ્યા વગેરે વિશે જણાવે છે. કેટલાક લોકો માત્ર કમેન્ટની જગ્યાએ આખો લેખ લખી દે છે. આ વીડિયોને 37 હજાર કરતા વધુ લાઈક્સ મળી છે. 3.69 લાખવાર તે જોવાઈ ચુક્યો છે.

Why Indian Comments Section is Garbage (Binod) નામના ટાઈટલ સાથે બનાવવામાં આવેલા આ વીડિયોમાં કમેન્ટ સેક્શનની અજીબો-ગરીબ કમેન્ટ્સ વાંચવાની શરૂ કરવામાં આવી. તેમાંથી જ એક કમેન્ટ બિનોદ હતી, જેને બિનોદ થરુ નામના યુઝરે પોસ્ટ કરી હતી. આ વીડિયો વાયરલ થયા બાદ હવે તેના પર નેટિજન્સ ફની મીમ્સ પોસ્ટ કરી રહ્યા છે. આ ચેલેન્જ લેતા Paytmએ પણ પોતાનું નામ ટ્વીટર પર બદલીને બિનોદ રાખી લીધું.

કોઈ કહી રહ્યું છે કે, તેને બધુ જ ખબર છે, તે એક્સપર્ટ છે. બધા જ લોકો આ બિનોદ નામની મજા લઈ રહ્યા છે. એક ટ્વીટ કરવામાં આવ્યું છે કે, જ્યારે બિનોદ ફ્લર્ટ કરે છે, તો તે શું કહે છે. તે કહે છે કે બિનોદ... નામ તો સુના હી હોગા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp