26th January selfie contest

કૂતરાની જોડિયા બહેન... આ છોકરીને રસ્તાની વચ્ચે અટકાવીને એવું કેમ કહે છે લોકો?

PC: aajtak.in

દરેક વ્યક્તિને પોતાના વખાણ સાંભળવું ગમતું હોય છે. દરેક લોકો અલગ-અલગ રીતે વખાણ કરતા હોય છે જેનાથી સામેવાળા લોકોને સારું લાગે છે. ત્યારે એક છોકરી એવી પણ છે જેને લોકો રસ્તામાં અટકાવીને કહે છે કે તે પોતાના કૂતરાની જોડિયા બહેન જ લાગે છે. સાંભળવામાં આ અજીબ લાગે છે પરંતુ આ વાત એકદમ સાચી છે અને પોતાના આ વખાણ સાંભળીને તે છોકરીને ગુસ્સો નથી આવતો પરંતુ તેને સારું લાગે છે. એ છોકરી પોતે કહે છે કે હા હું મારા ડોગ જેવી દેખાવ છું. આ છોકરી કોણ છે અને લોકો તેને આવું કેમ કહે છે ? તે વિશે જાણીએ.

કોણ છે આ છોકરી

રિપોર્ટ મુજબ આ છોકરીનું નામ હેરિએટ હાર્પર છે, જે ગ્રેટર માન્ચેસ્ટર (UK) ડિડ્સબરીની રહેવાસી છે.  હેરિયેટની ઉંમર 28 વર્ષની છે. જે રીતે ઘણા લોકોને પાળતુ પ્રાણી રાખવાના શોખ હોય છે, તેજ રીતે હેરિએટને પણ પાળતુ પ્રાણી રાખવાનો ઘણો શોખ છે. હેરિએટ પાસે એક પૂડલ જાતિનો કૂતરો છે, જેના વાળ લાલ અને કર્લી છે.

હેરિએટના વાળ પણ લાલ અને કર્લી છે. જ્યારે તે પોતાના ડોગને લઇને બહાર ફરવા જાય છે, તો લોકો તેને અને તેના ડોગને જોઈને કહે છે કે તે એકદમ તેના ડોગ જેવી દેખાય છે. ઘણીવાર લોકો તેને કૂતરાની જોડિયા બહેન સુધી કહી દે છે. જો કે આ વાત સાંભળીને હેરિએટને ઘણું સારું લાગે છે. તમે પણ જો હેરિએટના તેના પાળતુ ડોગ સાથેના ફોટા જોશો તો તમને પણ વિશ્વાસ થઈ જશે કે બંનેના વાળ એક સરખા છે.

19 મહિનાનો છે ડોગ

હેરિએટે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે તેના કૂતરાનું નામ 'બૂ' છે. જ્યારે બૂ બે મહિનાનો હતો ત્યારે તે તેને પોતાના ઘરે લાવી હતી. આજે બૂ 19 મહિનાનો થઈ ગયો છે અને તેનું વજન 3.5 કિલો છે. હેરિએટના જણાવ્યા મુજબ, જ્યારે તેણે બૂને ખરીદ્યો હતો ત્યારે તેને એ વાતનો જરા પણ ખ્યાલ નહીં હતો કે બૂના વાળ એકદમ તેના જેવા જ છે. જ્યારે તે તેને ઘરે લઈને આવી અને અરીસામાં જોયું, ત્યારે તેને ખબર પડી કે તે બંનેના વાળ એક સરખા છે.

લાલ વાળ પસંદ હતા

હેરિએટે જણાવ્યું કે જ્યારે તે બૂને લેવા ગઈ હતી ત્યારે તેને બૂના લાલ વાળા ઘણા પસંદ આવ્યા હતા, બસ તેને જોઈને જ તેણે તેને લેવાનો નિર્ણય કર્યો હતો. મારા પરિવાર અને મિત્રોનું પણ કહેવું છે કે અમે બન્ને એકદમ એક જેવા જ લાગીએ છે. મારા અને બૂના બંનેના વાળ એકદમ નેચરલ છે, અમે વાળને કલર કરાવ્યો નથી.

ઘણા લોકો બૂને ટેડીબિયર પણ માની લે છે, પરંતુ તેમને પછી ખ્યાલ આવે છે કે તે ખરેખર રીઅલ ડોગ છે. તેનું એક ડોગ સ્ટાઇલિંગ સલૂન પણ છે જેનું નામ POOCH Bespoke છે. બૂ તેનો બિઝનેસ પાર્ટનર બની ગયો છે. તેનું અઠવાડિયામાં એક વાર ગ્રૂમિંગ કરવામાં આવે છે. પરંતુ જ્યારે નાહવાની વાત આવે છે, તો તે બાળકોની જેમ નાહવામાં નખરા કરે છે. પરંતુ હેર કટીંગના સમયે ખૂબ જ સારી રીતે વાળ કપાવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp