ખબર છે રવિવારની રજા શું કામ મળે છે?

PC: nycgreatmovers.com

મંગળવાર કે બુધવાર થાય એટલે આપણે આવનારી રવિવારની રજાનું પ્લાનિંગ કરવા માંડીએ છીએ. રવિવારના દિવસે આપણે પોતાના પરિવારને સમય આપીએ, મિત્રોને મળીએ, અધૂરા કામ પૂરા કરીએ અને ક્યારેક-ક્યારેક તો ઓફિસમાં વધારે પડતું કામ હોયને ત્યારે અકળાઈને એમ પણ કહી દેતા હોઈએ છીએ કે રવિવારની રજા તો ભોગવુંને. પણ તમને ખબર છે ખરી કે આ રવિવારની રજા ક્યાંથી આવી? કોણે અપાવી? અને શું કામ અપાવી?

મિત્રો આપણને રવિવારની રજા અપાવનાર વ્યક્તિનું નામ છે ‘નારાયણ મેઘાજી લોખંડે’ ભારત વર્ષમાં મજૂર ચળવળના પ્રણેતા એવા નારાયણ મેઘાજી લોખંડે આપણા માટે રવિવારની રજા માટે અજાણ્યું નામ હશે, પરંતુ આ રજાનો શ્રેય માત્ર ને માત્ર નારાયણ મેઘાજી લોખંડેને જાય છે, કે જેઓ જ્યોતિરાવ ફૂલેજીના સત્યશોધક ચળવળના સહકાર્યકર્તા હતા. ભારત દેશ જ્યારે અંગ્રેજોની ગુલામીના દિવસો પસાર કરી રહ્યો હતો, ત્યારે તેઓની મજૂરીમાં લાગેલા ભારતીયોએ અઠવાડિયાના સાતે સાત દિવસ કામ કરવું પડતું. બ્રિટિશરો રવિવારના દિવસે આરામ કરતા હતાં.

ભારતીય મજૂરને સાતે સાત દિવસ કામ કરવું પડતું કે જે કામ પેટીયું રડવા માટેનું હતું અને જે સમાજને લીધે આપણે ઉજળા છીએ, તે સમાજના પ્રશ્નો માટે કામ કરવાનો ભારતીયો પાસે સમય જ રહેતો ન હતો. ભારતીય પાસે સમય રહે, તો તેઓ આઝાદીની ચળવળ માટે સમય ફાળવી શકે. તે બ્રિટિશરો ખૂબ સારી રીતે જાણતા હતાં. નારાયણ મેઘાજી લોખંડે દ્વારા બ્રિટિશરો પાસે વર્ષ 1881મા રવિવારની રજાનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો, જે બ્રિટિશરોએ ફગાવી દીધો. આ રજા માટે આંદોલન થયું અને 10 જૂન 1890મા અંગ્રેજોએ હાર માની. રવિવારની રજાનું એલાન કર્યું.

આ છે રવિવારની રજા પાછળનો ઈતિહાસ અને હેતુ. ગરીબ, લાચાર અને ઓછું ભણેલા લોકોની વાત જવા દઈએ અને શિક્ષિત સુધરેલ સંપન્ન વર્ગ પણ શું આ ઈતિહાસ જાણે છે? જણાતું તો નથી કારણ કે રવિવારની રજા આનંદ પ્રમોદમાં જ વિતતી હોય છે તે આજના સમયનું સત્ય છે. રવિવારની રજાનું આ સત્ય સમજ્યા પછી જો તમે સાચા ભારતીય બનવા માગતા હોવ તો રવિવારની રજાનો ઉપયોગ સમાજમાંથી ભૂખમરો, ગરીબી, બેરોજગારી, લાચારી, બળાત્કાર જેવી ગુનાખોરીની સમસ્યાઓ દૂર કરવા માટે કરો. રવિવારની રજા ઉપર આપણો કોઈ હક નથી અને રવિવાર રજા ઉપર માત્ર ને માત્ર સમાજનો હક છે. આપણે ગુજરાતીઓ ભારત દેશમાં ખૂબ સમજદાર પ્રજા તરીકે ગણનાપાત્ર છીએ, ત્યારે આપણે આપણા સમાજ માટે કંઈક તો કરવું રહ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp