બ્રિટિશ મહિલાના શરીરમાં મળ્યા બે ગર્ભાશય, બંનેમાં વિકસી રહ્યા છે જોડિયા બાળકો

PC: axisimagingnews.com

ગર્ભવતી મહિલાને લઈને ક્યારેક એવા કિસ્સાઓ સામે આવે છે જે સાંભળીને ચોંકી જવાય છે. આવો જ એક કિસ્સો બ્રિટનમાંથી સામે આવ્યો છે. જેમાં એક મહિલાને બે ગર્ભાશય છે. આ મહિલા એક દુર્લભ શારીરિક સ્થિતિમાંથી પસાર થઈ રહી છે. આવો કેસ કરોડોમાં માત્ર 1 ટકા જોવા મળે છે. આ મહિલના શરીરમાં બે ગર્ભાશય છે અને બંને ગર્ભાશયોમાં જોડિયા બાળકો છે. ડૉક્ટરે જણાવ્યું હતું કે, 5 કરોડ કેસમાં માત્ર એક જ આવો કેસ જોવા મળે છે.

બ્રિટનના એસેક્સમાં રહેતી 28 વર્ષની ગર્ભવતી મહિલા કૈલી ફેયરહસ્ટ થોડા સમય પહેલા પોતાનું મેડિકલ ચેકઅપ કરાવવા માટે ગઈ હતી. એ ચેકઅપ દરમિયાન જ્યારે તેને પોતાના ગર્ભાશયની સ્થિતિ અંગે જાણવા મળ્યું, તો તે પણ રિપોર્ટ જોઈને ચોંકી ગઈ હતી. સાથે જ ડૉક્ટરે તેને કહ્યું કે, એના ગર્ભાશયમાં જોડિયા બાળકો છે. કૈલીએ પોતાના ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, બે ગર્ભાશય હોવા એ ખૂબ જ રેર કેસમાં બને છે. પણ ડૉક્ટરે કહ્યું કે, બંનેમાં જોડિયા બાળકો હોવા એ 50 મિલિયન કેસમાંથી માત્ર 1 ટકા કેસમાં બને છે. મારે પહેલેથી 4 વર્ષ અને 3 વર્ષની બે દીકરીઓ છે. મને જ્યારે આ વાતની ખબર પડી ત્યારે મને શોક લાગ્યો હતો.

પણ હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે, વધુ 2 બાળકોનું મો જોવા મળશે. ડૉક્ટરે કૈલીને કહ્યું હતું કે, બે અલગ-અલગ લેબર પ્રક્રિયામાંથી પસાર થવું પડશે. બાળકોનો સી સેક્શન સર્જરીની મદદથી જન્મ થશે. કૈલીએ ઉમેર્યું કે, હું કુદરતનો આભાર માનું છું. મને એ વાતની ખુશી છે કે, મને વધુ બે બાળકો કુદરતની ગિફ્ટ તરીકે મળી રહ્યા છે. મેં ક્યારેય વિચાર્યું પણ ન હતું કે, આવું થશે. પણ કુદરતની ગિફ્ટ માનીને સ્વીકારીશું. જોકે, કૈલી અત્યારે પોતાના ડાયેટ તથા શરીરનું ખૂબ જ ધ્યાન રાખી રહી છે. ડૉક્ટરે પણ કહ્યું હતું કે, અત્યારે કોઈ એવું જોખમ જણાતું નથી. સમગ્ર બ્રિટનમાં આ કેસની ચર્ચા થઈ રહી છે. મેડિકલ સેક્ટરમાં પણ આવા કેસ પર ખાસ ધ્યાન આપી સ્વસ્થ બાળકો જન્મે એ પ્રકારે પગલાં ભરવામાં આવે છે. બીજી તરફ એની માતા પણ ખૂબ તકેદારી રાખી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp