કોરોનાઃ આઈસોલેશનમાં છે દાદા, પૌત્રીએ આ રીતે આપ્યા પોતાના એંગેજમેન્ટના ગુડ ન્યૂઝ

PC: fna.fbcdn.net

દુનિયાભરમાં કોરોના વાયરસને મહામારી જાહેર કરવામાં આવી છે. ત્યારબાદ લોકોને મોટાભાગે પોતાના ઘર પર જ રહેવાની સલાહ આપવામાં આવી રહી છે. દરમિયાન જે લોકો કોરોના વાયરસથી સંક્રમિત છે તેમને તેમના પરિવારથી દૂર આઈસોલેશનમાં રાખવામાં આવી રહ્યા છે. દરમિયાન યુએસમાં કેટલાક નર્સિંગ હોમ પણ કોરોના વાયરસતી પીડિતોની સારવાર કરી રહ્યા છે. એવામાં તેઓ વધુ ગેસ્ટ્સ અને વિઝીટર્સને તેમને મળવાની પરવાનગી નથી આપી રહ્યા.

દરમિયાન એક છોકરીએ પોતાના દાદા, જે આઈસોલેશનમાં છે તેમને એકદમ અલગ જ અંદાજમાં પોતાના એંગેજમેન્ટની જાણકારી આપી. રિપોર્ટ અનુસાર, વીકેન્ડ પર ચાર્લી બોઈડની એંગેજમેન્ટ થઈ હતી, પરંતુ આઈસોલેશનમાં હોવાને કારણે તેના દાદા તેના આ ખુશીના પ્રસંગમાં સામેલ થઈ શક્યા નહોતા.

કોરોના વાયરસના કારણે ચાર્લીના દાદા શેલ્ટન મહાલા નોર્થ કેરોલીનાના રીહેબ સેન્ટરમાં છે અને થોડાં સમય સુધી લોકોને મળી નહીં શકશે. ચાર્લીએ જણાવ્યું હતું કે, હું મારા દાદાને આ અંગે જાણકારી આપવા માગતી હતી પરંતુ તેમને ડિમેશિયા છે અને તેમની પાસે કોઈ ફોન નથી, જેના દ્વારા હું તેમની સાથે વાત કરી શકું. હું બસ તેમને જણાવવા માટે એકવાર પ્રયત્ન કરવા માગતી હતી.

21 વર્ષીય ચાર્લીએ કોઈકરીતે પોતાના દાદાને આ અંગે જાણકારી આપવાનો રસ્તો શોધી કાઢ્યો. તેણે પોતાના દાદાના રૂમની બારીની બહાર ઊભા રહીને દાદાને પોતાની અંગૂઠી બતાવી. બંનેનો આ ફોટો જોતજોતામાં વાયરલ થઈ ગયો અને લોકો તેને ખૂબ જ પસંદ કરી રહ્યા છે.

આવો જ એક ઈમોશનલ કરી દેતો વીડિયો ચીનથી સામે આવ્યો હતો. જેમાં એક 8 વર્ષની દીકરી હોસ્પિટલમાં કોરોના વાયરસના દર્દીઓની સારવાર કરી રહેલી પોતાની નર્સ માતાને મળવા અને તેને ભેટવા માટે તરસતી હોય છે અને માતા અને દીકરી એકબીજાને જે રીતે હગ કરે છે તે જોતા સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp