850 રૂપિયાની નકલી ડાયમંડની વીંટીના મળ્યા 6 કરોડ રૂપિયા, જાણો કઈ રીતે

PC: dainikbhaskar.com

ડાયમંડ દરેક વ્યક્તિને પસંદ હોય છે. તેમાં પણ ખાસ કરીને મહિલાઓ ડાયમંડ્સની દીવાની હોય છે. બ્રિટનમાં રહેતી એક મહિલા પોતાની ડાયમંડની વીંટી પહેરવાની અધૂરી ઈચ્છાને પૂરી કરવા માંગતી હતી. પરંતુ તેની પાસે રીયલ ડાયમંડની વીંટી ખરીદવાના પૈસા નહોતા. આથી, તેણે બજારમાંથી એક વીંટી શોધી કાઢી જે અસલી હીરા જેવી દેખાતી હતી અને માત્ર 850 રૂપિયામાં તે એ વીંટી ખરીદી લાવી. આશરે, 30 વર્ષો સુધી તેણે એ વીંટી પહેરી. પછી એક દિવસ જ્યારે તેને વીંટી અંગે સાચી જાણકારી મળી તો તેને એ વાત પર વિશ્વાસ ન થયો.

30 વર્ષ બાદ મહિલાને તે વીંટી વેચવા માટે એક વ્યક્તિનો સંપર્ક કર્યોં. વીંટી જોઈને તે વ્યક્તિએ મહિલાને વીંટી વેચવાનું કારણ પૂછ્યું. મહિલાએ જણાવ્યુ કે તેની વીંટીમાં જડેલો નંગ નકલી છે. એટલે તે એને વેચવા માંગે છે. ત્યારબાદ જ્વેલરે જણાવ્યુ કે, જે હીરાને તે નકલી સમજીને છેલ્લાં 30 વર્ષોથી પહેરી રહી છે, તે ખરેખર રીયલ ડાયમંડની વીંટી છે. મહિલાને પહેલા તો એ વાત પર વિશ્વાસ જ ના થયો. રીયલ ડાયમંડની એ વીંટીનો ભાવ સાંભળીને એ મહિલાને ચક્કર આવી ગયા.

થોડો આરામ કર્યા બાદ મહિલાને જ્વેલરે કહ્યુ કે, તેની વીંટી પૂરા 26.27 કેરેટ ડાયમંડમાંથી બનેલી છે. મહિલા ત્યારબાદ હીરાના એક્સપર્ટ પાસે પહોંચે, જેણે મહિલાને તે વીંટી નીલામ કરવાની સલાહ આપી. કારણ કે, તે હીરો ખૂબ જ પ્રાચીન હતો. જ્યારે તેની નીલામી કરવામાં આવી તો તેની બોલી 6 કરોડ રૂપિયા લાગી હતી. તામ ટેક્સ કાપ્યા બાદ મહિલાને 4.5 કરોડ રૂપિયા મળ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp