આ મહિલાએ જાહેર રસ્તા ઉપર ચારે તરફ જોયું અને પછી શું કર્યું, જુઓ વીડિયો

PC: khabarchhe.com

આપણે ત્યાં માન્યતા છે કે જેઓ ગરીબ માણસ છે, તેઓ ચોરી કરે છે. પણ હવે લગભગ આ માન્યતા તમામ સ્તરે ખોટી પડી રહી છે. હવે જેમની પાસે પૈસાની તંગી નથી તેવા જ લોકો ખોટું કરી રહ્યા છે. બીજી તરફ હવે મોટા ભાગના લોકો પાસે મોબાઈલ ફોન હોવાને કારણે પ્રત્યેક મોબાઈલ ધારક હવે પત્રકાર અને કેમેરામેન થઈ ગયા છે.

આવી જ એક ઘટના કોઈ અજાણ્યા સિટીઝન પત્રકારના કેમેરામાં કેદ થઈ છે. ઘટના કયા સ્થળની છે તેની જાણકારી મળી નથી, પરંતુ સિટીઝન પત્રકાર દ્વારા પોતાના મોબાઈલ ફોનમાં એક ઘટના કેદ કરી હતી જે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ છે. કેમેરામાં કેદ થયેલી ઘટનામાં એક મહિલા કાર લઈ રસ્તા ઉપર નીકળે છે અને ડિવાઈડર પાસે કાર ઉભી રાખે છે. કારમાંથી ઉતરી મહિલા ચારે તરફ જુવે છે. જો કે તે શું કરવા કારમાંથી બહાર આવી તે થોડીક ક્ષણ સુધી ખબર પડતી નથી, પણ તે એકદમ ડિવાઈડર વચ્ચે ઉગાડવામાં આવેલા સુંદર છોડને ઉખેડી પોતાની કારની ડ્રાઈવર સીટમાં ગોઠવવાનો પ્રયત્ન કરે છે.

જો કે કારમાં આવી હોવા છતાં રસ્તામાંથી છોડની ચોરી કરનાર આ મહિલા ડરેલી અને ઉતાવળમાં હતી, જેના કારણેતે ડ્રાઈવર સીટની પાસે છોડ ગોઠવી શકી નહીં, પણ થોડાક પ્રયત્ન પછી તેણે છોડ પાછળની સીટમાં ગોઠવ્યો અને તરત તે કાર હંકારી જતી રહી હતી. છેલ્લા કેટલાક દિવસથી આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોની સત્તાવરતા અંગે અમે કોઈ દાવો કરતા નથી, પરંતુ કારમાં આવી છોડ ચોરી કરી રહેલી મહિલા અંગે લોકો તેની ભારે ટીકા સોશિયલ મીડિયા ઉપર કરી રહ્યા છે.

જુઓ વીડિયો...

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp