દેશના આ 11 રાજ્યોમાં મહિલાઓના પુરુષો કરતા વધુ સેક્સ પાર્ટનર

PC: fatherly.com

જ્યારે પણ લગ્નેત્તર સંબંધ કે પછી એક કરતા વધુ સેક્સ પાર્ટનરની વાત આવે છે તો સૌથી પહેલા મેટ્રો સિટી જ યાદ આવે છે. પછી ભલે મહિલા હોય કે પુરુષ સૌથી પહેલા મુંબઈ અને દિલ્હી જેવા શહેરોના નામો જ આવે છે. પરંતુ, તમને એ જાણીને નવાઈ લાગશે કે એકથી વધુ સેક્સ પાર્ટનર રાખનારી મહિલાઓની બાબતમાં દેશની આર્થિક રાજધાની નહીં પરંતુ, અન્ય રાજ્ય ટોચ પર છે. દેશના 11 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં પુરુષોની સરખામણીમાં મહિલાઓના સેક્સ પાર્ટનર સરેરાશ વધુ જોવા મળ્યા છે. આવા પુરુષોની સંખ્યા આશરે ચાર ટકા જોવા મળી છે, જેમણે સેક્સ પાર્ટનર સાથે સંબંધ બનાવ્યા, જે તેમની પત્ની નહોતી અને તેઓ ક્યારેય સાથે રહ્યા પણ નથી.

પુરુષોમાં આ આંકડો મહિલાઓની સરખામણીમાં ઘણો વધુ છે. એવી મહિલાઓની સંખ્યા 0.5 ટકા જ છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે ડેટામાં આ જાણકારી સામે આવી છે, જેમા 1.1 લાખ મહિલાઓ અને 1 લાખ પુરુષોને સામેલ કરવામાં આવ્યા હતા.

રાષ્ટ્રીય પરિવાર સ્વાસ્થ્ય સર્વેક્ષણ રિપોર્ટ સામાજિક, આર્થિક અને અન્ય પૃષ્ઠભૂમિ વિશેષતાઓ, નીતિ નિર્માણ અને પ્રભાવી કાર્યક્રમ કાર્યાન્વયન માટે ઉપયોગી ડેટા પ્રદાન કરે છે. આ સર્વેમાં સામે આવ્યું છે કે, ઘણા રાજ્યોમાં મહિલાઓના સેક્સ પાર્ટનર્સની સંખ્યા પુરુષોની સરખામણીમાં વધુ રહ્યા છે. રાજસ્થાન, હરિયાણા, ચંદીગઢ, જમ્મૂ-કાશ્મીર, લદ્દાખ, મધ્ય પ્રદેશ, આસામ, કેરાલા, લક્ષદ્વીપ, પુડ્ડુચેરી અને તામિલનાડુ એવા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં સામેલ છે.

રાજસ્થાન એવા રાજ્યોમાં ટોચ પર છે, જ્યાં મહિલાઓના સરેરાશ 3.1 પાર્ટનર રહ્યા છે. જ્યારે પુરુષોના આંકડા 1.8નો જ છે. તેમજ રાજ્યમાં એવા પુરુષોની સંખ્યા 4 ટકા મળી આવી છે, જેમણે આવી મહિલાઓ સાથે સંબંધ બનાવ્યા, જે તેમની પત્ની નહોતી અને ના તેઓ લિવ ઈનમાં રહ્યા છે. આવી મહિલાઓની સંખ્યા પુરુષોની સરખામણીમાં ખૂબ જ ઓછી છે અને 0.5 ટકા જ છે. નેશનલ ફેમિલી હેલ્થ સર્વે દેશના 28 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના 7.7 જિલ્લાઓમાં 2019થી 2021 દરમિયાન કરવામાં આવ્યો હતો.

મધ્ય પ્રદેશમાં મહિલાઓના સરેરાશ 2.5 અને પુરુષોના 1.6 પાર્ટનર છે. કેરાલામાં મહિલાઓના 1.4 અને પુરુષોના સરેરાશ 1.0 પાર્ટનર છે. જમ્મૂ-કાશ્મીરમાં મહિલાઓના 1.5 અને પુરુષોના 1.1 સરેરાશ પાર્ટનર છે. હરિયાણામાં આ અંતર 1.8 અને 1.5નું છે, તેમજ આસામમાં 2.1 અને 1.8નું છે. વાત જ્યારે લગ્નેત્તર સંબંધની હોય છે તો આંકડા દર્શાવે છે કે પુરુષ આ મામલામાં આગળ છે. હાઈ રિસ્ક સેક્સ્યુઅલ ઈન્ટરકોર્સને લઈને કરવામાં આવેલા સર્વેમાં આ વાત સામે આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp