દુનિયાની સૌથી મોટી ગુફા જ્યાં બની શકે છે 40 માળની ગગનચુંબી ઇમારત

PC: nationalgeographic.com

તમે ઘણી ગુફાઓ જોઈ હશે કે પછી તેની બાબતે સાંભળ્યું હશે, પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં સૌથી મોટી ગુફા કઈ છે અને ક્યાં આવેલી છે? નહીં સંભાળી કે ન જાણતા હો હોય તો વિચારવાની જરાયે જરૂર નથી. આજે અમે તમારા માટે એ ગુફા વિશેની ખાસ માહિતી લઈને આવ્યા છીએ. એ ગુફા એટલી બધી મોટી છે કે, ત્યાં 40 માળની બિલ્ડિંગ બનાવી શકાય છે. તો ચાલો તો જાણીએ કે આખરે આ ગુફાનું નામ શું છે અને એ ગુફા ક્યાં આવેલી છે. દુનિયાની સૌથી મોટી ગુફાનું નામ છે સોન ડોંગ. આ ગુફા મધ્ય વિયેતનામના જંગલમાં આવેલી છે.

વિયેતનામના મધ્ય ભાગમાં સોન ડોંગ ગુફા આવેલી છે, જે જંગલ વચ્ચે છુપાયેલી છે. સોન ડોંગ ગુફાને સંયોગથી શોધવામાં આવી હતી અને 8 વર્ષ પહેલા તેને લોકો માટે ખોલી દેવામાં આવી હતી. ભમિગત ભૂલભુલૈયા અને લાખો વર્ષો પહેલાથી ઉપસ્થિત આ ગુફા હવે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે. આ ગુફા એટલી મોટી છે કે તેમાં ન્યુયોર્ક જેવી 40 માળની ગગનચુંબી બિલ્ડિંગ બનાવવામાં આવી શકે છે. ગુફાની કુલ લંબાઈ 9 કિલોમીટર છે અને તેમાં લગભગ 150 અલગ અલગ ગુફાઓ છે. ગાઢ જંગલ અને કેટલીક ભૂમિગત નદીઓ આ ગુફાની ખાસિયત છે. આ ગુફામાં મોટી મોટી બિલ્ડિંગો જેવા પહાડ પણ આવેલા છે.

આ ગુફામાં લોકો માટે પર્યકટ ગાઈડનું કામ કરનારા અને તેમાંથી જ પોતાનું ગુજરાન ચલાવાનરા હો મિન્હના જણાવ્યા અનુસાર આ ગુફાની પોતાની ઇકો સિસ્ટમ અને હવામાન પેટર્ન છે, જે બહારની દુનિયાથી એકદમ અલગ છે. આ ગુફા ઉડતા શિયાળોનું નિવાસસ્થાન છે. આ ગુફાને એક પ્રાકૃતિક આશ્વર્ય માનવામાં આવે છે, જેને વર્ષ 2013મા ઘણાં સીમિત પર્યટન માટે ખોલવામાં આવી હતી, પરંતુ ત્યારબાદ આસપાસના સમુદયનું જીવન જ બદલાઈ ગયું.

વિયેતનામના મધ્ય ક્વાંગ બિન્હ પ્રાંતમાં સોન ડોંગ ગુફાને પહેલીવાર વર્ષ 1991મા સ્થાનિક વનવાસી હો ખાને શોધી હતી. જ્યારે તેણે ચૂનાનો એક મોટો પથ્થર હટાવવા દરમિયાન ઠોકર ખાધી હતી અને એક નદીનો અવાજ સાંભળ્યો હતો. જ્યારે હો ખાન વર્ષ 2009મા પાસેના બ્રિટિશ સંશોધનકર્તાઓની એક ટીમને લઈને ગયો તો, તેમણે તારણ કાઢ્યું કે તેઓ ગ્રહ પર કોઈ ગુફાથી સૌથી મોટા ક્રોસ-સેકશન સામે ઉપસ્થિત છે.

ગુફાની યાત્રા આયોજન કરનારી ઑક્સાલિસ ટ્રાવેલ કંપનીના જણાવ્યા અનુસાર, આ પૃથ્વી પર કોઈ ગુફાનું સૌથી મોટું ક્રૉસ સેકશન છે, જે આખા ન્યુયોર્ક શહેરના બ્લોકના 40 માળની ગગનચુંબી બિલ્ડિંગ નિર્માણ કરવા માટે પૂરતી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp