સડેલા મોજા જેવી દુર્ગંધ ધરાવતું આ ફળ છે દુનિયાનું સૌથી મોંઘુ ફળ

PC: travelyourself.ca

ડ્યૂરિયન ફ્રુટ (Durian Fruit) નામથી પ્રખ્યાત એક ફળ ઈન્ડોનેશિયામાં 500 ડૉલર (35730 રૂપિયા)માં વેચાઈ રહ્યુ છે. તેની સૌથી ખાસ વાત એ છે કે, તે દુનિયાનું સૌથી બદબુદાર ફળ છે. જે પણ સ્ટોર પર તે વેચવામાં આવે છે, ત્યાં આ ફળને એક અલગ કાચના બોક્સમાં સેટિનના કપડાં પર રાખવામાં આવે છે. લોકોમાં તેનો ક્રેઝ એટલો બધો છે કે, લોકો તેની સાથે સેલ્ફી ક્લિક કરાવે છે.

આખા સાઉથ એશિયામાં આ ફળને કિંગ ઓફ ફ્રૂટ્સના નામથી ઓળખવામાં આવે છે. લોકોને આ ફળનું ક્રિમી ટેક્સ્ચર ખૂબ જ પસંદ છે. તેને ખાનારા લોકોને આ ફળનો સ્વાદ ગંધાતી ખાડી અથવા મોજાંની દુર્ગંધમાં મિઠાસ જેવું લાગે છે.

 
 
 
View this post on Instagram

Mohon bersabar , ini ujian.. mohon bersabar... 😂😂😂👌, Duuuhhhh.. 🤤🤤🤤🤩👍👌 . 👆klik tombol biru "FOLLOW" di 👉@masak.viral ,biar kalian langsung dapetin up date video terbaru yaa gaess... 🤗 . Tag Sahabat-Sahabat kalian yang baik hati yaaa..☝️ . Barang bekas bisa dimanfaatin lho gaess, Mau tau cara nya ??? 🤗 FOLLOW👍: 👉 : @2menit.kreatif 👉 : @2menit.kreatif 👉 : @2menit.kreatif . Cara masak yg Simple + Kreatif, Mau tau ??? 🤩 FOLLOW 👍: 👉 : @masak.kreatif 👉 : @masak.kreatif 👉 : @masak.kreatif . Cr : @migrationology #masak #resepmasakanindonesia #viral #belajarbaking #doyanbaking #makan #minum #food #cooking #kreatif #masakan #masakanrumahan #jajananpasar #resepmasakanrumahan #makanan #sarapanpagi #breakfast #makansiang #makanmalam #videomasak #kuliner #tasty #resepyummy #rujak #hijrah #resepmasakan #gorengan #indonesianfood #durian

A post shared by KULINER VIRAL●INDONESIA🇮🇩 (@masak.viral) on

જે-ક્વિન બ્રાન્ડના ફળને સૌથી સારું માનવામાં આવે છે. આ જ કારણથી તે સૌથી મોંઘું પણ છે. જે સુપરમાર્કેટમાં આ ફળ રાખવામાં આવ્યુ છે, ત્યાંના મેનેજરે જણાવ્યુ હતુ કે, જે લોકો આ ફળને ખૂબ જ પસંદ કરે છે, તેઓ પોતાનું નામ ગુપ્ત રાખવું પસંદ કરે છે. પરંતુ, ઈન્સ્ટાગ્રામ યુઝર્સની વચ્ચે આ ફળ ખૂબ જ પોપ્યુલર છે. તેઓ આ ફ્રૂટના ફોટા અને વીડિયો શેર કરતા રહે છે. કોઈ તેના શેપને તો કોઈ તેની દુર્ગંધ વિશે વાત કરે છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp