યમુના એક્સપ્રેસ વે બસ દુર્ઘટનાઃ દેવદૂત બનીને આવ્યો નિહાલ, બચાવ્યા લોકોના જીવ

PC: toiimg.com

હું ખેતરમાં શૌચ માટે આવ્યો હતો. ઝરણું નાળા પાસે જ હતું. ત્યારે જોરદાર અવાજ આવ્યો. લાગ્યું કે નાળામાં કોઈ બસ કે ટ્રક પડી છે. હું દોડીને આવ્યો, તો જોયું કે બસ પડી છે. બૂમાબૂમ મચી ગઈ. બસ અડધા કરતા વધુ ડૂબી ચુકી હતી. લોકો બહાર નીકળવા માગતા હતા, પરંતુ બારી પર કાચને કારણે નીકળાતુ નહોતું. બસમાંથી લોહી બહાર આવી રહ્યું હતું. હું સમજી ના શક્યો કે શું કરું. મારી પાસે મોબાઈલ પણ નહોતો, કે જીથી કોઈકને ફોન કરી શકું. હું પાણીમાં ઉતરી ગયો. કાચ તોડીને બસમાંથી 2-3 લોકોને બહાર કાઢ્યા. એકના ગજવામાં મોબાઈલ હતો, તેને લઈને 100 નંબર પર પોલીસને ફોન કર્યો. બસ દુર્ઘટના બાદ સૌથી પહેલા દેવદૂત બનીને પહોંચેલા નિહાલ સિંહે ઘટના બાદ બચાવકાર્ય શરૂ કર્યું.

મેં વિચાર્યું, ખબર નહીં પોલીસ ક્યારે આવશે. મારે જ કંઈક કરવું જોઈએ, નહીં તો બધા જ લોકો મરી જશે. જેમને બહાર કાઢ્યા હતા, તેમાંથી એક યુવકે પગ પકડી લીધા. બોલ્યો, મારી પત્ની અને બાળક અંદર છે, તેમને બહાર કાઢો, મોડું થશે તો મરી જશે. હું ભાગીને ગામમાં ગયો, ત્યાં જઈને મેં લોકોને બૂમો પાડી, ઘણા બધા લોકો આ સાંભળીને ઘટના સ્થળે પહોંચી ગયા. પોલીસ 10 મિનિટમાં ત્યાં આવી તો ગઈ, પરંતુ માત્ર બે જ જણા હતા, તે લોકો શું કરતે.

અમારા ગામના કેટલાક લોકો પાસે JCB છે, તે લોકો એ લઈ આવ્યા અને બધા જ ઈજાગ્રસ્તો અને મૃતકોને બહાર કાઢવાના કામમાં જોતરાઈ ગયા. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. જ્યારે મૃતકોને નાળા પાસે જ રાખવામાં આવ્યા. તેમને જોઈને હૃદય કંપી ઉઠતું હતું. મેં પહેલીવાર આટલી બધી લાશો એકસાથે જોઈ હતી. મોતના આ તાંડવને હું લાંબા સમય સુધી ભૂલી ના શકીશ.

જે ઈજાગ્રસ્તોને બસમાંથી બહાર કાઢવામાં આવ્યા, તેઓ લોહીલૂહાણ હતા. ઘણા પરિવારની સાથે હતા. તેમને પોતાની નહીં પરંતુ તેમના પરિવારજનોની ચિંતા હતી. એક યુવક લાશોના ઢગલામાં પોતાની બાળકીને શોધી રહ્યો હતો. લોહીથી લથપથ લખનૌની એક મહિલા પોતાના પતિને શોધી રહી હતી. હું સૌથી પહેલા ત્યાં પહોંચ્યો હતો એટલે લોકો મને આવીને પૂછતા હતા. કહેતા કે શું તમે મારી બાળકીને જોઈ છે, એક વર્ષની છે, લાલ ફ્રોક પહેર્યું છે, પરંતુ મારી પાસે એમના સવાલોનો કોઈ જવાબ નહોતો, તેમની આ હાલત જોઈને હું મારા આંસું રોકી ન શક્યો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp