યુવકે છોડી દુબઈની નોકરી, હવે આ ખેતી કરી કમાઈ રહ્યો છે 6 લાખ રૂપિયા

PC: aajtak.in

એમબીએનો અભ્યાસ કર્યા પછી મોટાભાગના યુવાનો મલ્ટીનેશનલ કંપનીમાં જોબ કરવાનું પસંદ કરે છે. વિદેશમાં સારી નોકરી મળતા ત્યાં સેટ થઈ જાય છે. સીતાપુરનો રહેનારો નવન મોહન રાજવંશીએ પણ કંઈક આવું જ કર્યું. એએમઆઈટી કોલેજ ચેન્નાઈથી એમબીએ કર્યા પછી બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર પદ પર તેને નોકરી મળી અને તેના માટે તે દુબઈ જતો રહ્યો હતો. પોતાની નોકરી દરમિયાન જ્યારે નવીન દુબઈમાં કોઈ ફાર્મ પર વિઝીટ માટે જતો હતો તો તે જોતો હતો કે અહીં રણમાં પણ સારી ખેતી થઈ રહી છે. અહીંથી નવીનના મનમાં ખેતી કરવાનો રસ જાગ્યો હતો. તેણે ભારત પાછા ફરવાનું મન બનાવી લીધું હતું. વર્ષ 2020માં કોવિડના સમયે તે પાછો આવી ગયો હતો. તેણે સીતાપુર કૃષિ વિજ્ઞાન કેન્દ્રની મદદથી આધુનિક ટેકનીકથી સ્ટ્રોબેરીની ખેતી કરવાની ટ્રેનિંગ લીધી.

નવીન મોહન રાજવંશી કહે છે કે ખેતરને પહેલા સારી રીતે ખોદી નાખવામાં આવે છે. ટ્રાઈકોડર્મા, સોડોમોનાસ, દેશી ગોળને ગોબરમાં મિક્સ કરીને ખાતર બનાવવામાં આવે છે. આ ખાતરને સારી રીતે આખા ખેતરમાં છાંટીને રોટાવેટરથી ખેડવામાં આવે છે. બેડ મેકરથી બેડ બનાવીન તેને એક થી બે દિવસ માટે છોડી દેવામાં આવે છે અને તેમાં ડ્રિપ લગાવી દે છે જેથી દરેક છોડને સંતુલિત પ્રમાણમાં પાણી મળતું રહે. એક એકરમાં આશરે 20000 છોડવાને એક એક ફૂટના અંતરે લગાવવામાં આવે છે. તેનો ફાયદો એ છે કે છોડવામાં ફંગસની સમસ્યા નથી આવતી. તેની દેખભાળ પણ ઘણી સારી રીતે થઈ જાય છે. આ સિવાય ઉત્પાદન એક એકરમાં 150 થી 160 ક્વિન્ટલનું હોય છે. જ્યારે ખર્ચની વાત કરીએ તો એક એકરમાં પહેલા વર્ષે ડ્રિપને મળીને ત્રણ લાખ રૂપિયા થાય છે. થોડા મહિનામાં આવક બેગણી થઈ જાય છે. મતલબ 3 લાખના ખર્ચની સામે આવક 6 લાખ રૂપિયા થાય છે.

સ્ટ્રોબેરીનો છોડની સાથે નવીન વચ્ચે ગલગોટાના ફૂલના છોડવા પણ લગાવે છે. જેનાથી પણ તેઓ આશરે 50 હજાર સુધીની કમાણી સરળતાથી કરી લે છે. ગલગોટાની સીઝન પૂરી થઈ જવા પર તે શક્કરટેટીની વાવણી કરે છે અને તે તૈયાર થાય ત્યાં સુધી સ્ટ્રોબેરીની સીઝન પૂરી થઈ જાય છે. એક એકરમાં શક્કરટેટીના ઉત્પાદન 160 થી 170 ક્વિન્ટલ જેટલું થઈ જાય છે. સીતાપુર જિલ્લા ઉદ્યાન અધિકારી સૌરભ શ્રીવાસ્તવે આજતક સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, સ્ટ્રોબેરીની ખેતીને સરકાર પણ ટેકો આપી રહી છે. પ્રતિ હેક્ટર 50000 રૂપિયાનું ડિસ્કાઉન્ટ વહેલા તે પહેલાના ધોરણે આપવામાં આવી રહ્યું છે.

જિલ્લાના જે પણ ખેડૂત સ્ટ્રોબેરીની ખેતી કરવા ઈચ્છે છે, તે કોઈ પણ દિવસે ઓફિસ આવીને પોતાનું રજીસ્ટ્રેશન કરાવી શકે છે. નવીન મોહન રાજવંશી કહે છે કે પહેલા તેના ગામના લોકો રોજગારી શોધમાં શહેર જતા રહેતા હતા. પરંતુ જ્યારથી અમે ગામમાં સ્ટ્રોબેરીની ખેતી શરૂ કરી છે ત્યાંરથી ગામના બે ડઝનથી વધારે લોકોને અમે રોજગારી આપી ચૂક્યા છીએ.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp