ઘવાયેલ કૂતરાને માણસોથી લાગતો ડર, યુવાને તેની દેખભાળ કરવા બનાવી દીધો રોબોટ

PC: twitter.com

કોરોના વાયરસના સંકટ દરમિયાન જ્યારે લોકો પોતાને વાયરસથી દૂર રાખવાની કોશિશ કરી રહ્યા છે ત્યાં બીજી તરફ ઉત્તર પ્રદેશના લખનૌમાં એક યુવકે પોતાના દિવ્યાંગ કુતરાની મદદ માટે એક મહત્ત્વનું કામ કર્યું છે. આ કુતરાને પોતાની નજીક માણસોનું આવવાનું પસંદ ન હતું. તે માનસિક રીતે પણ બીમાર હતું. આથી એક યુવકે તેની દેખભાળ રાખવા માટે રોબોટ તૈયાર કર્યો છે. અસલમાં આ મામલો ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌનો છે.

અહીં ગોમતીનગરમાં રહેનારા મિલિંદ રાજે લોકડાઉન દરમિયાન એક એવું શેરીમાં રખડતું કુતરું મળ્યું હતું જેની હાલત ઘણી ખરાબ હતી. આ કુતરાને આંખેથી ઓછું દેખાઈ રહ્યું હતું અને સંભળાતું પણ ઓછું હતું. મિલિંદનુ કહેવું છે કે કુતરાની હાલત એટલા માટે ખરાબ હતી કે કારણ કે કોઈ બેરહેમ વ્યક્તિએ તેને ઘણો માર્યો હતો. દ્રૌણ મેનથી જાણીતા મિલિંદે તેને ડૉક્ટરને પણ બતાવ્યો તો તેમણે કહ્યું કે તે સાંભળી અને બોલી શકતો નથી.

તેને માણસોનું પોતાની નજીક આવવાનું પસંદ નથી. તે પોતાની સૂંઘવાની શક્તિથી ઓળખી જાય છે કે આ કોઈ વ્યક્તિ છે અને તેનાથી દૂર રહેવા લાગે છે. તેવું લાગે છે કે કેટલાંક લોકોએ તેને ઘણી બેરહેમીથી માર્યો હતો જેના લીધે તેની આ હાલત થઈ છે. તેના પછી મિલિંદે તેના માટે એક એવો રોબોટ તૈયાર કર્યો જે તેને ટાઈમ ટુ ટાઈમ ખાવાનું ખવડાવે. ખાવામાં બિસ્કિટ, ટોસ્ટ, દૂધ અને અન્ય વસ્તુઓ હોય છે. રોબોટ કુતરાની પાસે જ રહે છે. મિલિંદ જણાવે છે કે રોબોટ અને કુતરો એકબીજાની નજીક જ રહે છે. કુતરાને રોબોટનું તેની નજીક આવવાનું પસંદ છે.

તેણે વધુમાં જણાવ્યું હતું કે આશરે સાત મહિના થઈ ગયા છે અને તેના સ્વાસ્થ્યમાં ઘણો સુધાર છે. આશા છે કે આવનારા સમયમાં તેના સ્વાસ્થ્યમાં વધારે સુધારો જોવા મળશે. મિલિંદનું કહેવું છે કે આ કુતરાને જોઈને મને પ્રેરણા મળે છે કે મારે કંઈક કરવું જોઈએ, જેના પછી મેં ટેક્નીક દ્વારા આ રોબોટ બનાવ્યો છે. આ સિવાય લોકડાઉનમાં મિલિંદે ડ્રોન સેનેટાઈઝરનું પણ નિર્માણ કર્યું હતું. આ ડ્રોન દ્વારા મોટી સંખ્યામાં ગાડીઓને સેનેટાઈઝ કરવામાં આવી શકે છે. ડ્રોન સેનેટાઈઝર તેણે 15 દિવસની મહેનત પછી બનાવ્યું હતું.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp