Zomato ડિલીવરી બૉય ઘરમાંથી ચોરી ગયો શ્વાન, અને કહ્યું-હા હું લઈ ગયો, પણ..

PC: ndtvimg.com

સામાન્ય રીતે ફૂડ ડિલીવરી બૉય ઘરો અને ઓફિસમાં ફૂડ ડિલીવર કરવાનું કામ કરે છે. પણ પૂણેમાં એક કપલની સાથે એવી ઘટના બની કે તમે પણ હેરાનીમાં મૂકાઈ જશો. કપલને જ્યારે જાણ થઈ કે તેમના પેટ ડૉગ બીગલને એક ફૂડ ડિલીવરી બૉય ઉઠાવીને લઈ ગયો છે તો તેઓ પરેશાન થઈ ગયા હતા.

ટ્વીટર પર વંદના શાહે તેમની સાથે બનેલી ઘટના વિશે ટ્વીટ કરીને જણાવ્યું કે, સોમવારની બપોરે તે એ સમયે હેરાનીમાં મૂકાઈ ગયા જ્યારે તેમને ભાળ થઈ કે તેમનો પાળતૂ ડૉગ ડોટ્ટૂ કાર્વે રોડથી ગુમ થઈ ગયો છે. CCTV ફુટેજ અનુસાર ડોટ્ટૂને છેલ્લી વાર વંદનાની ઘર પર બનેલા ફેક્ટરી કોમ્પ્લેક્ષના પરિસરમાં રમતા જોવામાં આવ્યો હતો.

કલાકો સુધી ડોટ્ટૂ વિશે જાણ ન થઈ તો તેમણે આજુબાજુ જોવાનું શરૂ કર્યું. તેઓ પોલીસ પાસે પણ ગયા. વંદના શાહના ઘરની પાસે એક ફૂડ આઉટલેટ છે. જ્યારે લોકોએ ત્યાં જઈને પૂછપરછ કરી તો તેમાંથી એક વ્યક્તિએ ડોટ્ટૂને ઓળખી નાખ્યો. અને જણાવ્યું કે, તેમનો એક મિત્ર તેને પોતાની સાથે લઈને ગયો છે.

તપાસ કર્યા પછી જાણ થઈ કે ડોટ્ટૂને લઈ જનાર વ્યક્તિ ઝોમેટોમાં ફૂડ ડિલિવરીનું કામ કરે છે. જેનું નામ તુષાર છે.

વંદનાએ કહ્યું, જ્યારે મે તેને ફોન કર્યો અને ડોટ્ટૂ વિશે પૂછ્યું તો તુષારે એ વાતનો સ્વીકાર કર્યો કે તે જ ડૉગને ઉઠાવીને લઈ ગયો હતો. પણ જ્યારે અમે તેને ડૉગને પરત કરવાની વાત કરી તો એ બહાના બનાવવા લાગ્યો. કહ્યું કે તેણે ડોટ્ટૂને પોતાના ગામ મોકલી આપ્યો છે.

તેમણે કહ્યું, અમે અમારા બીગલ ડૉગના બદલામાં તેને પૈસા આપવાની વાત પણ કરી. પણ તે બહાનુ જ બનાવતો રહ્યો. હવે પાછલા અમુક કલાકોથી તેનો ફોન બંધ આવી રહ્યો છે.

હવે વંદનાએ તેના પાળતૂ ડૉગને ફરી પ્રાપ્ત કરવા માટે ઝોમેટોની મદદ માંગી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp