સમુદ્ર તરણ સ્પર્ધામાં 31 જાન્યુઆરી સુધીમાં અરજી કરી શકાશે

PC: navydayopenseaswimming.gov.in

ગુજરાત સરકાર દ્વારા એકાંતરે વર્ષ અખિલ ભારત સમુદ્ર તરણ સ્પર્ધા ચોરવાડથી વેરાવળના અરબી સમુદ્રમાં યોજવામાં આવે છે. તદ્અનુસાર હરિઓમ આશ્રમ પ્રેરિત અને કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગર દ્વારા 30મી વીર સાવરકર સમુદ્ર તરણ સ્પર્ધા ફેબ્રુઆરી-2018માં યોજવામાં આવશે.

આ સ્પર્ધામાં પુરુષો માટે 21 નોર્ટીકલ માઇલ જ્યારે મહિલા માટે 16 નોર્ટીકલ માઇલનું અંતર કાપવાનું રહેશે. આ સ્પર્ધાનું અરજી ફોર્મ કચેરી સમય દરમિયાન કમિશનર, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, બ્લોક નંબર-11, 3જો માળ, ડૉ. જીવરાજ મહેતા ભવન, ગાંધીનગર-382010 તેમજ જિલ્લા રમતગમત અધિકારી, ‘લક્ષ્ય’ તુલસી સોસાયટી, ગૌશાળા સામે, હવેલી રોડ, વેરાવળ, જિ. ગીર-સોમનાથ ખાતેથી તેમજ ખાતાની વેબસાઇટ www.sycd.gujarat.gov.in પરથી મેળવીને તા.31/01/2018 સુધીમાં સંબંધિત કચેરીઓને મોકલી આપવાની રહેશે.

આ સ્પર્ધામાં ભારતીય યુવાનો કે જેઓ તા.31/12/2017ના રોજ 14 થી 40 વર્ષની વયમર્યાદામાં આવતા હોય તેઓ ભાગ લઇ શકશે. આવેલી અરજીઓમાંથી પસંદગી સમિતિ દ્વારા ગ્રાહ્ય રાખવામાં આવશે તેવા સ્પર્ધકો આ સ્પર્ધામાં ભાગ લઇ શકશે. આ કચેરીની અખબારી જાહેરાત અનુસંધાને અગાઉ અરજી કરેલી હોય તેવી વ્યક્તિઓએ ફરીથી અરજી કરવાની રહેતી નથી, તેમ પણ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના કમિશનરની યાદીમાં જણાવાયું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp