વર્લ્ડ ચેમ્પિયનશીપમાં મીરાબાઈએ ગોલ્ડ મેડલ જીતી બનાવ્યો નવો રૅકોર્ડ

PC: india.com

ભારતે અમેરિકાના એન્હેઈમમાં યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશીપ 2017ની વેઈટલિફ્ટીંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. મીરાબાઈ ચાનુએ 48kg કોમ્પિટીશનમાં તેણે ટોટલ 194kgનું લિફ્ટીંગ કરી દેશને ગોલ્ડ મેડલ જીતાડ્યો હતો. કરનામ મલ્લેશ્વરી પછી આ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતનારી તે એકમાત્ર બીજી ભારતીય છે. ચાનુએ સ્નેચમાં 85kg અને ક્લિન અને જર્કમાં 109kg થઈને ટોટલ 194kgનું વેઈટલિફ્ટ કર્યું હતું. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારતીય વેઈટલિફ્ટર દ્વારા મેળવાયેલી સિદ્ધિ ઘણી મોટી છે.
1995માં ચીનમાં યોજાયેલી વર્લ્ડ ચેમ્પિયનશીપમાં કરનામ મલ્લેશ્વરીએ સૌ પ્રથમ વખત ગોલ્ડ મેડલ જીત્યો હતો. મેડલ જીત્યા બાદ મીરાબાઈએ કહ્યું હતું કે, 'મેડલ જીતવાનો શ્રેય હું મારા કોચ વિજય શર્માને આપું છું. અને અમે આ જીત મેળવવા માટે ઘણો પરિશ્રમ કર્યો છે અને આશા છે કે 2020માં યોજાનારા ટોક્યો ઓલમ્પિકમાં પણ હું મેડલ જીતી શકું.' મણિપુરમાં રહેતી ચાનુ હાલમાં ઈન્ડિયન રેલવેમાં જોબ કરે છે. થાઈલેન્ડનો થુન્યા સુક્ચારોઈન 193kg સાથે બીજા ક્રમે અને કોલમ્બિયાની એના આઈરિશ 182kg સાથે ત્રીજા ક્રમે આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp