નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં જીતુ રાય જીત્યો ગોલ્ડ

PC: twitter.com

કેરળના તિરુવનંતપુરમમાં ચાલી રહેલી 61મી નેશનલ શૂટિંગ ચેમ્પિયનશિપના ફાઇનલ મુકાબલામાં 50 મીટર પિસ્ટલ ટુર્નામેન્ટમાં જીતુ રાયે ગોલ્ડ મેડલ જીતી લીધું હતું. જીતુએ ફાઇનલ મુકાબલામાં નેશનલ રૅકોર્ડની સાથે 233નો સ્કોર હાંસલ કર્યો હતો. સેનામાં કાર્યરત સ્ટાર ઈન્ડિયન શૂટરે પહેલા સ્થાને રહીને ગોલ્ડ મેડલ પર કબજો કર્યો હતો, જ્યારે નૌસેનાના જવાન ઓમકાર સિંહે ફાઇનલમાં 222.4ના સ્કોર સાથે સિલ્વર અને જીતુની ટીમના સાથી જય સિંહે 198.4ના સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યું હતું.

સેનાનું પ્રતિનિધિત્વ કરનારા જીતુએ જય સિંહ અને ઓમપ્રકાશ મિથેર્વાલ સાથે મળીને 1658 પોઈન્ટ્સ સાથે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યું હતું. આમાં વાયુસેનાની ટીમને સિલ્વર અને પંજાબની ટીમને બ્રોન્ઝ મેડલ મળ્યું હતું. બીજી બાજુ પંજાબના અર્જૂન સિંહ ચીમાએ જુનિયર 50 મીટર પિસ્ટલ સ્પર્ધામાં 226.5 પોઈન્ટ્સ સાથે ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યું હતું, જ્યારે પંજાબના સુરેન્દ્રસિંહને ગોલ્ડ મેડલ, હરિયાણાના અનમોલ જૈનને બ્રોન્ઝ મેડલ મળ્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp