બોલિવુડનો આ સ્ટાર WWE રેસ માટે થયો ક્રેઝી, જુઓ વીડિયો

PC: youtube.com

રેસ્લિંગ દુનિયામાં WWE પ્રભાવ દુનિયાના નાનાથી લઈને મોટાઓ પર છવાયેલો જોવા મળે છે. તેમાં આપણા બોલિવૂડના સ્ટાર્સ પણ બાકી રહી શકયા નથી. WWE પોતાનો બિઝનેસ વધારવા માટે ભારતમાં પણ આવી રહ્યા છે. જેને લઈને લોકો ઘણા ઉત્સાહિત છે. WWE ભારતમાં લાઈવ ઈવેન્ટ કરી રહ્યું છે. આ ફાઈટમાં જિંદર મહલ અને WWE સ્ટાર ટ્રિપલ એચની ફાઈટ થશે. બોલિવૂડના અભિનેતાએ WWEને લઈને ટ્વિટર પર આ અંગેનો વીડિયો પોસ્ટ કરી WWEની જાણકારી આપી છે અને પોતાની દિવાનગી જાહેર કરી હતી.

વરુણ ધવને WWEને પ્રમોટ કરતા ટ્વિટર પર ફાઈટ અંગેની જાણકારી આપવાની સાથે કહ્યું હતું કે, 'આ ઈવેન્ટ 9મી ડિસેમ્બરના દિલ્હીમાં યોજાશે અને જેમાં જિંદર મહલનો મુકાબલો ત્રિપલ એચથી થશે. સેથ રોલિંગને ટેગ કરતા તેણે કહ્યું હતું કે, પોતે તેનો ઘણો મોટો ફેન છે.' વરુણ WWEના ફેન હોવાની વાત કપિલના શોમાં પણ જાહેર કરી હતી. આ સિવાય તે રોકસ્ટાર રોકનો પણ ઘણો મોટો ફેન છે.

ટ્વિટમાં સેથ રોલિંસને ટેગ કર્યા બાદ તેણે પણ ટ્વિટરમાં જવાબ આપતા કહ્યું હતું કે, 'હું પણ આ ઈવેન્ટને લઈને ઘણો ઉત્સાહિત છું. WWE ભારતમાં એક સફળ ઈવેન્ટ કરવા માગે છે.'

આ ફાઈટ 9મી તારીખે દિલ્હીના ઈન્દિરા ગાંધી સ્ટેડિયમમાં યોજાવાની છે. જેમાં એકસાથે 20,000 જેટલા લોકો તેને જોઈ શકશે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp