ગુજરાતના બે પૂર્વ મુખ્યમંત્રીઓના પુત્રની રાજકીય કારકિર્દી પર મૂકાયું પૂર્ણ વિરામ

PC: khabarchhe.com

લોકસભાની ચૂંટણી સમયે કોંગ્રેસ જીતના જેટલા દાવાઓ કરતી હતી, તે બધા દાવાઓ ખોટા સાબિત થતા. ત્યારે બીજી તરફ હાર્દિક પટેલની સભાઓ પણ કોંગ્રેસ માટે ફાયદાકારક ન નીવડી. 2014ની જેમ જ કોંગ્રસ ગુજરાતની એક પણ લોકસભાની સીટ મેળવવામાં સફળ ન રહ્યું. આ લોકસભાનું પરિણામ જોઈને એવું લાગી રહ્યું છે કે, ગુજરાત કોંગ્રેસના બે નેતાઓ ભરતસિંહ સોલંકી અને તુષાર ચૌધરીના રાજકીય ભવિષ્ય સામે પ્રશ્નાર્થ મુકાઈ ગયુ હોય. આ કહેવાનું કારણ એ છે કે, 2014ની લોકસભાની ચૂંટણીમાં પણ આ બંને નેતાઓને ભાજપના ઉમેદવારની સામે કપરી હારનો સામનો કરવો પડ્યો હતો અને 2019ની ચૂંટણીમાં બીજી વાર ભાજપના ઉમેદવાર સામે હાર થઇ છે.

એક રીપોર્ટ અનુસાર 2014 આણંદ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર ભરતસિંહ સોલંકી અને ભાજપના ઉમેદવાર દિલીપ પટેલ સામે સીધી ટક્કર થઇ હતી. ત્યારે ભરતસિંહ સોલંકીની હાર થઇ હતી અને દિલીપ પટેલ સાંસદ બન્યા હતા. ત્યારબાદ 2019ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ દ્વારા ફરી એક વાર ભરતસિંહ સોલંકીને મેદાને ઉતારવામાં આવ્યા હતા અને ભાજપ દ્વારા મિતેશ પટેલને મેદાન ઉતારવામાં આવ્યા હતા. જેમા મિતેશ પટેલની જીત થઇ છે અને ભરતસિંહ સોલંકીને બીજી વાર હારનો સામનો કરવો પડ્યો છે.

ત્યારે બારડોલી લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવારને પણ બીજી વાર હારનો સામનો કરવો પડ્યો છે. 2014માં પણ કોંગ્રેસના દ્વારા તુષાર ચૌધારીને ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવાની સામે મેદાને ઉતારવામાં આવ્યા હતા ત્યારે પણ જનતાએ પ્રભુ વસાવાને મત આપીને વિજયી બનાવ્યા હતા અને 2019ની લોકસભાની ચૂંટણીમાં બારડોલીની જનતાના કોંગ્રેસના ઉમેદવાર તુષાર ચૌધારીને ન સ્વીકારી ફરીથી પ્રભુ વસાવાને સાંસદ તરીકે પસંદ કર્યા છે.

કોંગ્રેસના બંને નેતાઓની બે બે વાર લોકસભાની ચૂંટણીમાં હાર થતા ક્યાંકને ક્યાંક નેતાઓને લોકપ્રીયતા અને રાજકીય કારકિર્દી સામે પ્રશ્નાર્થ સર્જાયું છે. ઉલ્લેખનીય છે છે કે, ભરતસિંહ સોલંકી ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકીના પુત્ર છે અને તુષાર ચૌધરી પણ પૂર્વ મુખ્યમંત્રી અમરસિંહ ચૌધરીના પુત્ર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp