ભ્રષ્ટાચાર અને જ્ઞાતિવાદના કારણે ગુજરાતમાં આ જગ્યાએ ભાજપમાંથી રાજીનામા

PC: sulsule.com

ગાંધીધામ તાલુકા પંચાયતમાં જાતિ સમીકરણ આધારિત કારોબારી સભ્યની નિયુક્તિ કરવામાં આવી હોવાના વિરોધમાં ભાજપના મહિલા સભ્યએ રાજીનામું આપી દીધું હતું. ગાંધીધામ તાલુકા પંચાયતમાં ભાજપના હોદ્દેદારો, કાર્યકરો વચ્ચે ઠંડું યુદ્ધ ચાલી રહ્યું છે. તાલુકાના ગળપાદર બેઠકના સભ્ય હસુબેન જાડેજા તથા ગેરલાયક ઠરેલા સભ્ય અને પૂર્વ કારોબારી અધ્યક્ષ રમેશ નારણ મ્યાત્રાએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું. તેમ કરતાં ભાજપના આબરૂના ધજાગરા ઊડી ગયા હતા.

હસુબેન જાડેજાએ કહ્યું હતું કે, લાયકાત વગરના અને જાતિ સમીકરણના કારણે થતાં ભ્રષ્ટાચારના આધારે મજૂર વર્ગમાંથી આવતાં સભ્યને કારોબારી અધ્યક્ષ બનાવી દેવામાં આવ્યા છે, તેની સામે વાંધો છે. અધ્યક્ષ બનાવવા માટે કોઈની સંમતિ પણ લેવામાં આવી નથી. તેથી ભાજપની આ નિયુક્તિ સામે મહિલાએ વાંધો ઉઠાવ્યો હતો. તાલુકા ભાજપનું સંગઠન ગણ્યા ગાંઠ્યા લોકોના ઈશારે જ ચાલી રહ્યું છે. સંગઠન હવે સંગઠન રહ્યું નથી. સંગઠનને તાકીદે વિખેરી નાંખવાની તેમણે માગણી કરી હતી. તેમ છતાં ભાજપ તરફથી સંગઠનમાં કોઈ ફેરફાર કરવામાં આવતાં નથી.

ભાજપના નેતાઓ હપ્તા લે છે:

ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કારોબારી અધ્યક્ષ રમેશ નારણ મ્યાત્રાએ એવો આરોપ મૂક્યો છે કે, ભાજપના સંગઠનમાં ફેરફાર કરવા માટે વારંવાર માગણી કરવામાં આવી હતી, તેમ છતાં તેમાં કોઈ ફેરફાર કરાયા નથી. હાલના તાલુકા સંગઠન પ્રમુખ અને મહામંત્રી દ્વારા વહીવટમાં હપ્તા વસૂલી અને ગોબાચારી માટે દબાણ કરવામાં આવતું હતું. આ લોકો સાથે મળીને તમામ ગ્રામ પંચાયતોમાં ગોબાચારી ચલાવે છે. તાલુકામાં દબાણ કરીને સરકારી જમીન વેચી મારે છે. મેં વિરોધ કર્યો તો મને નનામી અરજીના આધારે ઉપરથી ગેરલાયક ઠેરવવામાં આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp