પુતિન વિરુદ્ધ લાખો લોકો રસ્તા પર ઉતર્યા, 3000 પ્રદર્શનકારીઓની ધરપકડ

PC: aljazeera.com

રશિયામાં પુતિન સરકાર વિરુદ્ધ મોટા પ્રમાણમાં વિરોધ પ્રદર્શન આયોજિત થયા છે, જેમાં લાખો લોકોએ ભાગ લીધો છે. વિપક્ષી નેતા એલેક્સી નવેલનીની ધરપકડના વિરોધમાં રશિયાના લગભગ 100 શહેરોમાં લોકો રસ્તા પર નીકળી પડ્યા છે. પોલીસે પ્રદર્શનકારીઓ પર સખત કાર્યવાહી કરી છે અને 3 હજારથી વધારે લોકોની ધરપકડ કરી છે.

નવેલનીની પત્ની યુલીયાને પણ પ્રદર્શન દરમિયાન કસ્ટડીમાં લેવામાં આવી છે. એક રિપોર્ટ અનુસાર એલેક્સી નવેલનીની પત્ની યુલીયા સહિત 3400 લોકોને કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. પોતાની ધરપકડ બાદ તેમણે સોશિયલ મીડિયા પર એક સેલ્ફી પોસ્ટ કરી હતી. જેના કેપ્શનમાં લખ્યું: ‘ખરાબ ગુણવત્તાના કારણે માફી માંગુ છું. પોલીસ વાનમાં ખૂબ જ ખરાબ ઉજાસ છે, બીજી તરફ સાઇબેરિયાના યાકુટસ્કમાં માઇનસ 50 ડિગ્રી સેલ્સિયશમાં પણ લોકોએ રસ્તાઓ પર આવીને પ્રદર્શન કર્યું. 

BBCના રિપોર્ટ મુજબ મોસ્કોમાં પોલીસ પ્રદર્શનકારીઓને પિટાઈ કરતી અને ઘસેડતી નજરે પડી. વિપક્ષી નેતા એલેક્સી નવેલનીની ધરપકડ 17 જાન્યુઆરીના રોજ કરવામાં આવી હતી. એલેક્સી નવેલની વ્લાદિમીર પુતિનના સૌથી ચર્ચિત આલોચકના રૂપમાં ઓળખાતા હતા. ઓગસ્ટ 2020માં રશિયામાં એલેક્સી નવેલનીને ઝેર આપી દેવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓ જર્મની જતા રહ્યા હતા.

બર્લિનથી મોસ્કો પહોંચતા જ કસ્ટડીમાં લઈ લેવામાં આવ્યા. એલેક્સી નવેલનીને પેરોલની શરતોને તોડવાનો દોષી કરાર આપવામાં આવો છે, જોકે એલેક્સી નવેલનીનું કહેવું છે કે તેને ચૂપ કરાવવા માટે કારવારું ઘડવામાં આવી રહ્યું છે. સ્વતંત્ર NGO, OVD Infoનું કહેવું છે કે માત્ર મોસ્કોમાં જ પોલીસે 1200 લોકોની ધરપકડ કરી છે અને આખા રશિયામાં 3100થી વધારે લોકોની ધરપકડ કરી છે.

પ્રદર્શનકારીઓએ એલેક્સી નવેલનીને છોડવાની માંગણી કરી અને ‘પુતિન સત્તા છોડો’ના નારા પણ લગાવ્યા હતા. રશિયામાં સુદૂર પૂર્વી વિસ્તારથી લઈને સાઇબેરિયા, મોસ્કો અને સેન્ટ પિટર્સબર્ગ સુધી લોકોએ પ્રદર્શન કર્યું. પ્રદર્શનકારીઓમાં ટીનેજર વિદ્યાર્થીઓ અને વૃદ્ધ લોકો પણ સામેલ છે. એક પ્રદર્શનકરી મહિલાએ કહ્યું કે, રશિયા જેલમાં બદલાઈ ચૂક્યું છે, એટલે તેણે પ્રદર્શનમાં સામેલ થવાનો નિર્ણય લીધો છે.

રૉયટર્સના રિપોર્ટ અનુસાર મોસ્કોમાં 40 હજાર લોકોએ રેલીમાં ભાગ લીધો હતો. જોકે સરકારનું કહેવું છે કે 4 હજાર પ્રદર્શનકારીઓ જ હતા. એક્સપર્ટ્સનું કહેવું છે કે આટલા મોટા પ્રમાણમાં પ્રદર્શન અભૂતપૂર્વ છે. 53 વર્ષીય એક શખ્સે કહ્યું કે તેઓ ડરી ડરીને થકી ગયા છે. અમે એલેક્સી નવેલની કે પોતાના માટે નથી આવ્યા, પરંતુ દીકરા માટે આવ્યા છીએ, કેમકે રશિયામાં કોઈ ભવિષ્ય દેખાઈ રહ્યું નથી.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp