NDA સરકારને ભલે 325 મત મળ્યા, પરંતુ 3 સાંસદે આપ્યો દગો

PC: ANI

શુક્રવારના રોજ દિવસભરની મેરેથોન ચર્ચા બાદ જ્યારે અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ થઈ તો સ્ક્રીન પર ફ્લેશ થયેલા આંકડા બધુ કહી જતા હતા, પરંતુ આ બધા વચ્ચે પણ BJP થોડી હેરાન હતી. કારણ કે BJPના ત્રણ સાંસદોએ વોટ નહોતો કર્યો. વાત એવી છે કે, અવિશ્વાસ પ્રસ્તાવના વિરોધમાં એટલે કે સરકારના પક્ષમાં 325 વોટ પડ્યા હતા, જ્યારે અવિશ્વાસના સમર્થનમાં એટલે કે સરકારના વિરોધમાં ફક્ત 126 વોટ જ પડ્યા હતા. સદનમાં ફક્ત 451 સાંસદ હાજર હતા. એટલે જેટલા સાંસદ હાજર હતા, તે જોતા સરકારે બે તૃતિઆંશ આંકડો પાર કરી લીધો હતો.

પરંતુ BJP પાસે સદનમાં 328 સાંસદોનો આંકડો હતો અને તેમના પક્ષમાં 325 વોટ પડ્યા હતા. એવામાં સવાલ ઉઠે છે કે, એ ત્રણ સાંસદ કોણ છે, જેમણે વોટ નથી આપ્યો.
અવિશ્વાસ પ્રસ્તાવ પર વોટિંગ દરમિયાન સદનમાં NDA સરકારના પક્ષમાં 328 સાંસદ હતા. જેમાંથી BJPના 271 સાંસદ, AIADMKના 37 સાંસદ, LJPના 6 સાંસદ , અકાળી દળના 4 સાંસદ, JDUના 2 સાંસદ, RLSPના 2 સાંસદ અને અપના દળના 2 સાંસદ હાજર હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp