ભરૂચ કોંગ્રેસમાં ભંગાણ, આગેવાનો સહિત 300 કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા

PC: youtube.com

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર થઇ ગઈ છે. ત્યારે ચૂંટણીની જાહેર થતાની સાથે જ બંને પક્ષોએ ઉમેદવારના નામની પસંદગી ઝડપી કરી છે. ભાજપ અને કોંગ્રેસ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તમામ બેઠકો જીતવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ત્યારે ચૂંટણી પહેલા ક્યાંક કોંગ્રેસમાં ભંગાણ થઇ રહ્યું છે તો ક્યાંક ભાજપમાં ભંગાણ થઈ રહ્યું છે. ત્યારે ભરૂચ કોંગ્રેસમાં મોટું ભંગાણ કરવામાં ભાજપને મોટી સફળતા મળી છે. મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તા ભાજપમાં જોડાતા જ ભરૂચ કોંગ્રેસના આગેવાનો દોડતા થઇ ગયા હતા. 

રિપોર્ટ અનુસાર ભરૂચ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને ઉપ પ્રમુખ સહિતના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓએ કેસરિયો ખેસ ધારણ કર્યો છે. ભરૂચ કોંગ્રેસના અગ્રણી કૌશિક પટેલ, ભરૂચ તાલુકા પંચાયતના પ્રમુખ, ઉપ પ્રમુખ, સહિત ઝાડેશ્વર અને અંકલેશ્વર કોંગ્રેસના 300 કરતા વધારે કાર્યકર્તાઓએ કોંગ્રેસનો સાથ છોડ્યો છે અને ચૂંટણી પહેલા ભાજપનો ખેસ ધારણ કર્યો છે.

એક સાથે 300 કાર્યકર્તાઓ ભાજપની સાથે જોડાતા ભરૂચ કોંગ્રેસના આગેવાનો દોડતા થઇ ગયા છે. કોંગ્રેસ એક તરફ નેતાઓ અને કાર્યકર્તાઓમાં અસંતોષ નહીં હોવાની વાત કરી રહી છે. તો બીજી તરફ કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપની સાથે જોડાઈ રહ્યા છે. ભરૂચ ભાજપના શહેર પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય સહિતના આગેવાનોએ કોંગ્રેસના અગ્રણી કૌશિક પટેલ સહિત તમામ આગેવાનો અને કાર્યકર્તાઓને પક્ષમાં ભાજપનો ખેસ પહેરાવીને આવકાર્યા હતા.

આ બાબતે કોંગ્રેસના અગ્રણી કૌશિક પટેલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, તમામ યુવા મીત્રો અમે ભાજપની સાથે જોડાઈ રહ્યા છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૌનો સાથે અને સૌનો વિકાસની વિકાસ ધારા સાથે અમે જોડાયા છિએ.

ભરૂચ ભાજપના પ્રમુખ મારુતિ આટોદરિયાએ જાણાવ્યું હતું કે, ભરૂચ ભાજપમાં ખૂબ મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો જોડાયા છે. શિવસેનાના કાર્યકર્તાઓ પણ ભાજપની સાથે જોડાયા છે. એટલે તમામ લોકોનું હ્યદયથી ઉમળકાભેર આણંદ સાથે સ્વાગત કરું છું.

ભારતીય જનતા પાર્ટીની વિકાસ યાત્રાને નિરંતર આગળ લઇ જવા માટે અને છેવાડાના માનવી સુધી તમામ વિકાસના કાર્યો પહોંચાડવા માટે આજથી આ ટીમ કામે લાગવાની છે. આજના દિવસે એટલુ ચોક્કસ કહીશ ભાજપ ભરૂચ જિલ્લામાં ઈતિહાસ રચવા તરફ જઈ રહ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp