નવસારી ભાજપના આ હોદ્દેદારોનો લેટર વાયરલ, કરી 100 કારોબારીના રાજીનામાની વાત

PC: wallpaperaccess.com

રાજ્યમાં 23 જાન્યુઆરીના રોજ ચૂંટણી પંચ દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં બે તબક્કામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાશે. જેમાં 21 ફેબ્રુઆરીના રોજ મહાનગરપાલિકાની ચૂંટણી મતદાન સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી યોજાશે. આ ઉપરાંત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીનું મતદાન 28 ફેબ્રુઆરી રવિવારના રોજ સવારે 7 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી યોજાશે. મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી 23 ફેબ્રુઆરીના રોજ થશે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી 2 માર્ચના રોજ થશે. ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા જ એક લેટર સોશિયલ મીડિયામાં ફરતો થયો છે.

આ લેટરમાં ભાજપના ગણદેવીના ધારાસભ્ય નરેશ પટેલ કાર્યકર્તાઓને અંદરો અંદર લડાવી જૂથબંધી કરાવવાનો પ્રયાસ કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ કારણે 100 કરતા વધુ કારોબારી સભ્યોએ રાજીનામાં આપ્યા હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ પત્ર નવસારી ભાજપના આદિવાસી મોરચાના પ્રમુખ પંકજ પટેલ દ્વારા જિલ્લા ભાજપ પ્રમુખ અને પ્રદેશ ભાજપ પ્રમુખને લખવામાં આવ્યો છે.

આ પત્રમાં લખવામાં આવ્યું છે કે, નવસારી જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ નરેશ પટેલની આદિવાસી વિરોધી નીતિ અને નવસારી જિલ્લામાં મહદઅંશે ભાજપના કાર્યકર્તાઓને અંદરો-અંદર લડાવીને આંતરિક જૂથબંધી પેદા કરવાના વિરોધના નવસારી જિલ્લા અને 10 મંડળોના લગભગ 100 જેટલા કારોબારી સભ્યોને અમે ખૂબ સમજાવ્યા છતાં તેમને પોતાના હોદ્દેદારો પરથી રાજીનામું આપેલ છે અને તેમની જોડે અન્ય ભાજપના કાર્યકર્તાઓ કે, જેની સંખ્યા હજારોમાં થાય છે. ખાસ કરીને વાસંદા અને ગણદેવી વિધાનસભા પર પાર્ટીને ખૂબ જ નુકસાન થાય તેવી શક્યતાને ધ્યાને લઇને મારી ફજરના ભાગ રૂપે આ પત્ર જોડે આપણે જાણ કરું છું.

આ બાબતે નવસારી જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહનું કહેવું છે કે, આદિવાસીમાં કોઈ પણ વિખવાદ નથી અને રાજીનામાની વાત ખોટી છે. આ બાબતે મારે પંજક પટેલની સાથે વાતચીત થઇ છે. મેં તેમણે કહ્યું છે કે, તમે રાજીનામાંનો ઉલ્લેખ લેટરપેડ પર કર્યો છે. તે ખોયું કર્યું છે. કારણ કે, કોઈ પણે રાજીનામાં આપ્યા નથી. આમાં પાર્ટીના જે લેટરપેડનો ઉપયોગ થયો છે તે જૂનો લેટરપેડ છે. 10 મંડળના હોદ્દેદારો પાર્ટીને વળેલા માણસો છે. તે વ્યક્તિગત કોઈની સાથે નથી. આ બાબતે અમે જે માહિતી આપવામાં આવી તે ગેરમાર્ગે દોરવા માટે આપવામાં આવી છે. એટલે અમે પ્રદેશમાં આ માટે રજૂઆત કરીશું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp