ગુજરાતમાં માત્ર 2 સીટ જીતીને પણ AAP રચશે ઈતિહાસ, જાણો કેવી રીતે

PC: khabarchhe.com

ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો 8મી ડિસેમ્બરે એટલે કે આવતીકાલે જાહેર કરવામાં આવશે. આ વખતે આમ આદમી પાર્ટીએ પોતાના પ્રચારમાં કોઈ કસર બાકી રાખી નથી. ભલે અરવિંદ કેજરીવાલ એવો દાવો કરતા હોય કે તેઓ ગુજરાતમાં જીતી જશે, પણ એક્ઝિટ પોલમાં તેમના દાવાથી વિપરીત પરિણામોની આગાહી કરવામાં આવી છે. એક્ઝિટ પોલના પરિણામો ભલે આમ આદમી પાર્ટીની તરફેણમાં ન આવે, છતાં ગુજરાતમાં માત્ર 2 બેઠકો જીતીને પણ આમ આદમી પાર્ટી ઇતિહાસ બનાવશે.

શું રાષ્ટ્રીય પાર્ટી બનશે AAP?

દિલ્હી અને પંજાબમાં સરકાર બનાવ્યા બાદ પણ આમ આદમી પાર્ટીએ હવે MCD પર પણ કબજો કરી લીધો છે. એટલું જ નહીં ગોવામાં આમ આદમી પાર્ટીને માન્યતા મળી ચુકી છે. એવામાં જો કેજરીવાલની પાર્ટીને વધુ એક રાજ્યમાં માન્યતા મળી જાય છે તો તેને સત્તાવાર રીતે રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો મળી જશે.

કેટલા પ્રકારની પાર્ટીઓ હોય છે?

દેશમાં ત્રણ પ્રકારની પાર્ટીઓ છે. રાષ્ટ્રીય, રાજ્ય સ્તર અને પ્રાદેશિક પાર્ટીઓ. દેશમાં રાષ્ટ્રીય પાર્ટીઓની વાત કરીએ તો માત્ર સાત જ છે. જયારે રાજ્ય સ્તરીય 35 પાર્ટીઓ અને 350 થી વધુ પ્રાદેશિક પાર્ટીઓ છે.

કેવી રીતે બને છે રાષ્ટ્રીય પાર્ટી?

ભારતના ચૂંટણી પંચ દ્વારા રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો આપવામાં આવે છે. આ માટે ત્રણ શરતો નક્કી કરવામાં આવી છે. આમાંથી જે પણ પાર્ટી એક પણ શરત પૂરી કરી લે છે, તો તેને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો આપી દેવામાં આવે છે.

રાષ્ટ્રીય પાર્ટી બનવા માટે શું છે ત્રણ શરતો?

પહેલી શરત છે કે કોઈ પાર્ટી ત્રણ રાજ્યોની લોકસભા ચૂંટણીમાં 2 ટકા સીટો જીતે. બીજી શરત છે કે 4 લોકસભા બેઠકો ઉપરાંત, કોઈ પાર્ટી લોકસભામાં 6 ટકા મત અથવા ઓછામાં ઓછા ચાર કે તેથી વધુ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીમાં 6 ટકા મત મેળવે. ત્રીજી શરત એ છે કે ચાર કે તેથી વધુ રાજ્યોમાં પાર્ટીને પ્રાદેશિક પક્ષ તરીકે માન્યતા મળે.

રાષ્ટ્રીય પક્ષ બનવાથી શું ફાયદો થશે?

જો કોઈ પાર્ટી રાષ્ટ્રીય પાર્ટી બની જાય તો તેના ઘણા ફાયદા થાય છે. પાર્ટીને આખા દેશમાં એક અનામત ચૂંટણી ચિન્હ મળી જાય છે. નામાંકન દાખલ કરવા માટે ઉમેદવારોની દરખાસ્ત કરનારાઓની સંખ્યા વધી શકે છે. આ સાથે રાષ્ટ્રીય મીડિયા પર ફ્રી એરટાઇમ મળી જાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp