વિજય નાયરની ધરપકડ બાદ CM કેજરીવાલે કેન્દ્ર પર સાધ્યો નિશાનો, કહી આ વાત

PC: ndtv.com

દિલ્હીમાં દારૂ નીતિમાં કથિત કૌભાંડોના મામલામાં વિજય નાયરની ધરપકડ થયા બાદ આમ આદમી પાર્ટીએ કેન્દ્ર પર નિશાનો સાધ્યો છે. AAP એ આ મામલામાં આરોપ લગાવતા કહ્યું કે, નાયરની એજન્સીના દબાણની સામે હાર ન માનવાના કારણે ધરપકડ કરવામાં આવી છે. સિસોદિયાને CBI દ્વારા દાખલ કરવામાં આવેલા એક મામલામાં ગુનેગાર બનાવવામાં આવ્યો છે. તેમજ, બુધવારે CM કેજરીવાલે પણ જબરદસ્ત હુમલો બોલ્યો અને નાયરને એક નાનો કાર્યકર્તા ગણાવ્યો છે.

AAPએ એક નિવેદનમાં આરોપ લગાવ્યો છે કે, તપાસ એજન્સી દ્વારા દારૂ નીતિમાં કથિત કૌભાંડ મામલામાં નાયરની ધરપકડ અને AAPને કચડવાની અને ગુજરાતમાં તેમના પ્રચાર અભિયાનમાં મુશ્કેલીઓ લાવવામાં આવી રહી છે, જે BJP ઈચ્છે છે. AAP એ કહ્યું કે, વિજય નાયર પાર્ટીના કમ્યુનિકેશન ઇન્ચાર્જ છે, તે પહેલા પંજાબ અને હવે ગુજરાતમાં પાર્ટીની રણનીતિઓને તૈયાર કરવાનું કામ કરી રહ્યા હતા. તેમનો દારૂ નીતિ મામલામાં કોઈ ભાગ નથી.

AAP એ કહ્યું કે, અમે BJP દ્વારા સ્વીકારવામાં આવી રહેલા આ અસંવૈધાનિક અને ગેરકાયદેસર રીતોની ટીકા કરીએ છીએ. સાથે જ નાયર અને AAP નેતાઓના વિરુદ્ધના તમામ આરોપ ખોટા અને પૂરી રીતે નિરાધાર છે. AAP એ નિવેદનમાં આગળ કહ્યું કે, CBI ગત એક મહિનામાં બે વાર નાયરના ઘર પર છાપો મારી ચૂકી છે, પણ તેણે કંઈ પણ આપત્તિજનક મળ્યું નથી. સમગ્ર દેશ જોઈ રહ્યો છે કે, કેવી રીતે આખા ભારતમાં AAP ની વધતી લોકપ્રિયતાથી ગભરાઈ ગઈ છે.

આ સંબંધમાં 28 સપ્ટેમ્બર, બુધવારે એક વીડિયો જાહેર કરીને દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે કહ્યું કે, BJP અમારી ગુજરાતમાં વધી રહેલી લોકપ્રિયતાને સહન કરી શકતી નથી. જ્યારે સરકારે દેશના જુદા-જુદા મુદ્દાઓમાં ધ્યાન આપવું જોઈએ, ત્યારે તેમનું હવે 24 કલાક એક જ કામ છે– કેજરીવાલને રોકો અને AAP ને કચડી નાંખો.

અરવિંદ કેજરીવાલે કહ્યું કે, CBI એ કાલે વિજય નાયરની ધરપકડ કરી છે. કોણ છે વિજય નાયર? AAP નો નાનો કાર્યકર્તા છે. તે અમારા માટે કમ્યૂનિકેશનનું કામ સંભાળે છે. પહેલા તેણે પંજાબમાં ખૂબ જ સારૂં કામ કર્યું અને અમે ત્યાં સરકાર બનાવી. હવે તે ગુજરાતના કમ્યૂનિકેશનની રણનીતિને સંભાળી રહ્યો છે. તે ગુજરાત, આ સોશિયલ મીડિયા આઉટરીચને હેન્ડલ કરી રહ્યો હતો, પણ તેમનું કહેવું છે કે, તે દિલ્હીમાં દારૂ કૌભાંડમાં સામેલ હતો. મને સમજમાં નથી આવતું કે, તે દારૂ અથવા દારૂ કૌભાંડ સાથે કેવી રીતે જોડાયેલો છે, તે ગુજરાતમાં સોશિયલ મીડિયા કેમ્પેન જોય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp