26th January selfie contest

ભાજપના સાંસદો પોતાની પત્નીઓને પૂછે કે તેઓ રસોડું કંઈ રીતે ચલાવી રહી છેઃ અજમલ

PC: ndtv.com

દેશમાં વધતી મોંઘવારીને લઈને કેન્દ્ર સરકાર પર વિપક્ષનો ચારેય તરફથી હુમલો ચાલી રહ્યો છે. ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટ્સ ફ્રન્ટ (AIUDF)ના પ્રમુખ બદરૂદ્દીન અજમલ દ્વારા ભારતીય જનતા પાર્ટી (BJP) પર પ્રહાર કરવામાં આવ્યો છે. તેમણે સામાન્ય લોકોની પીડા પ્રત્યે સરકારની કથિત ઉદાસીનતા માટે સત્તાધારી પાર્ટીના નેતાઓની નિંદા કરી છે. બદરૂદ્દીન અજમલે સૌથી પહેલા નાણા મંત્રી નિર્મલા સીતારમણ પર પ્રહાર કર્યો. તેમણે કહ્યું કે ભારતના પૈસા નાણામંત્રી પાસે છે. તેમને કઈ રીતે ખબર પડશે કે એક વ્યક્તિ કંઈક ખરીદવા માટે કેટલો ખર્ચ કરે છે?

ત્યારબાદ તેમણે ભગવા પાર્ટીના મંત્રી અને સાંસદો પર કટાક્ષ કર્યો કે તેઓ સ્પષ્ટ રૂપે આ વાતથી અજાણ હતા કે વધતી કિંમતોથી જનતા કઈ રીતે પ્રભાવિત થઈ રહી છે. તેમણે કેન્દ્રીય મંત્રીઓ અને ભાજપના સાંસદોને પોતાની પત્નીઓને મોંઘવારી બાબતે પૂછવા કહ્યું છે. તેમણે ભાજપને ચેતવણી પણ આપી છે. ઓલ ઈન્ડિયા યુનાઈટેડ ડેમોક્રેટ્સ ફ્રન્ટના પ્રમુખે કહ્યું કે, ‘કોઈ પણ મંત્રી માટે કોઈ મોંઘવારી નથી. ભાજપના સાંસદોએ પોતાની પત્નીઓને પૂછવું જોઈએ કે તેઓ રસોડું કંઈ રીતે ચલાવી રહી છે. સરકારે ધ્યાન આપવું જોઈએ અન્યથા 2024માં મોંઘવારી તેમની સરકારને ખાઈ જશે.

હાલના મહિનામાં ભડકે બળતી મોંઘવારીને લઈને વિપક્ષી પાર્ટીઓએ ભાજપ શાસિત કેન્દ્ર સરકાર પર નિશાનો સાધ્યો છે. હુમલાનું નેતૃત્વ કોંગ્રેસ કરી રહી છે, જેના નેતાઓએ શુક્રવારે કિંમતોમાં વૃદ્ધિ અને બેરોજગારી વિરુદ્ધ દેશવ્યાપી વિરોધમાં માર્ગ પર ઉતર્યા હતા. દિલ્હીમાં કોંગ્રેસના નેતાઓએ ઘેરાવ અને કસ્ટડીમાં લેવા અગાઉ પ્રધાનમંત્રી આવાસનો ઘેરાવ અને રાષ્ટ્રપતિ ભવન સુધી એક વિરોધ માર્ચની યોજના બનાવી હતી. આખા દેશમાં પાર્ટીના કાર્યકર્તાઓએ રાજભવનો બહાર વિરોધ પ્રદર્શન અને ધરણાં આપ્યા.

કાળા કપડાં પહેરીને સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ સંસદમાં પ્રભારીનું નેતૃત્વ કર્યું, જ્યાં પાર્ટીના સાંસદોએ એક વિરોધ માર્ચ કાઢી અને તેમને વિજય ચોક પર પોલીસે કસ્ટડીમાં લીધા, જ્યારે તેઓ રાષ્ટ્રપતિ ભવન જઈ રહ્યા હતા. પ્રિયંકા ગાંધીએ અહીં AICC મુખ્યાલયનું નેતૃત્વ કર્યું. જ્યાં નાટકીય ગતિરોધ વચ્ચે પોલીસે સેકડો લોકોને કસ્ટડીમાં લીધા. ભાજપના નેતાઓએ વિરોધને ગાંધી પરિવારને તેમની વિરુદ્ધ એનફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ની તપાસથી બચાવવાનો પ્રયાસ બતાવ્યો.

તો ગૃહ મંત્રી અમિત શાહે કાળા કપડામાં વિરોધને પાર્ટીની તુષ્ટિકરણની રાજનીતિ સાથે જોડીને રામ મંદિરનો પાયો રાખવાનો અપ્રત્યક્ષ વિરોધ વ્યક્ત કરતા હોવાનું કહ્યું. 5 ઑગસ્ટ 2020ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રામ મંદિરનો પાયો રાખ્યો હતો. અમિત શાહે કહ્યું કે, કોંગ્રેસ EDની કાર્યવાહી અને મોંઘવારી જેવા મુદ્દાઓને માત્ર બહાના તરીકે ઉપયોગ કરી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ khabarchhe.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો khabarchhe.com ની મોબાઇલ એપ્લિકેશન.

ગુજરાતનું અગ્રેસર ન્યૂઝ પોર્ટલ, અહીં વાત થાય છે માત્ર ગુજરાત અને ગુજરાતનાં હિતની... Download Khabarchhe APP www.khabarchhe.com/downloadApp